>
Saturday, May 17, 2025

હિંમતનગર તાલુકા પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ-૨૫ની ઉજવણી કરાઈ

હિંમતનગર તાલુકા પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ-૨૫ની ઉજવણી કરાઈ

 

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકા પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ-૨૫ની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની શી ટીમના પોલીસ કર્મચારીશ્રીઓ મારફતે તાલુકા પ્રાથમિક શાળા હિંમતનગરના વિદ્યાર્થીઓને “ગુડ ટચ બેડ ટચ” વિષે વિગતે માર્ગદર્શન આપ્યું હતું.તેમજ સાયબર ક્રાઇમ અંગે જરૂરી વિગતોથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા.તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૫ થી તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રાથમિક શાળાઓમાં છ દિવસ દરમ્યાન અલગ અલગ પ્રવૃતિઓમાં પુર, વાવાઝોડુ, આગ, ભુકંપ તથા અન્ય આપત્તિઓ દરમ્યાન શુ કરવુ અને શુ ન કરવુ ? તે વિશે સમજણ આપવામાં આવનાર છે. આ કાર્યક્રમ શાળા પરિવારનો સ્ટાફ,પોલીસ શી ટીમનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores