>
Sunday, July 20, 2025

કુંભમાં નાસભાગને લઈ યુપીના સીએમ આદિત્યનાથ યોગીએ આપી પ્રથમ પ્રતિક્રિયા…

કુંભમાં નાસભાગને લઈ યુપીના સીએમ આદિત્યનાથ યોગીએ આપી પ્રથમ પ્રતિક્રિયા…

 

યુપી: પ્રયાગરાજમાં સ્થિતિ સામાન્ય છે. પીએમ મોદી થી 4 વાર વાત થઈ. હાલ આશરે 8 થી 10.કરોડ શ્રદ્ધાળુઓ કુંભ માં ઉપસ્થિત છે. અમુક યાત્રાળુઓ ગંભીર રૂપે ઘાયલ થયા છે. કાલે 5.50 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. અખાડા પરિષદ સાથે સતત સંપર્કમાં છું.

 

રાત્રે 1 થી 2 વચ્ચે અખાડા માર્ગ પર બેરીકેટ કર્યા હતા તેને ઓળંગીને યાત્રિકો સ્નાન કરવા પહોંચ્યા હતા જેમાં ઘાયલ પણ થયા છે.

 

દેશ વીદેશથી આવેલ યાત્રાળુઓ ની સુરક્ષા માટે પીએમ સાથે સવારથી જ સંપર્કમાં છું. રાજ્યપાલ આનંદીબેન પટેલ, અમિત શાહ, જે પી નડડા દ્વારા પણ જાણકારી લેવામાં આવી રહી છે. તમામ ઉચ્ચ અધિકારીઓ અહીં સજ્જ અને ઉપસ્થિત છે. તમામ લોકોને અફવાહ ઉપર ધ્યાન ન આપવા અપીલ છે. રાત સુધી સ્નાન નું મુહૂર્ત છે ઉતાવળ ન કરશો. યાત્રિકો જ્યાં છે ત્યાં જ સ્નાન કરે. તમામ સાધુ સંતો અખાડાઓ અને યાત્રિકો માટે પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે.

 

બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores