સાબરકાંઠા જિલ્લાના વડાલીના રહેડાની દિવ્યાંગ દીકરીની જાપાનમાં ઈન્ટરનેશનલ ફૂલબોલ પ્રતિયોગીતામાં પસંદગી
સાબરકાંઠાના વડાલી તાલુકાની એક દીકરીએ સાબરકાંઠા સહિત સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે સાબરકાંઠાના વડાલીના રહેડા ગામની યુવતી નું ભારતની ફૂટબોલની ટીમમાં સ્થાન મેળવ્યું હતું.જેમાં યુ.કે માં ફૂટબોલ ટુર્નામેન્ટ માટે તેની પસંદગી થઈ હતી. ત્યારે વધુમાં ફરી એકવાર રહેડા ગામની નિરમા ઠાકોરની ઇન્ટરનેશનલ ટીમમાં પસંદગી થતા જાપાનમાં યોજાવનારી 14-15-16 ફેબ્રુઆરીએ ફૂટબોલ મેચ રમશે.
મન હોય તો માળવે જવાય આ કહેવત સાબરકાંઠાની દિવ્યાંગ દીકરીએ સાચી ઠેરવી છે. સાબરકાંઠાના વડાલી તાલુકાના રહેડા ગામની નિરમા ઠાકોરનું જાપાનમાં યોજાનાર ઇન્ટરનેશનલ ફૂટબોલ પ્રતિયોગીતામાં સિલેક્શન થતા સ્થાનિક પરિવાર સહિત સમગ્ર સાબરકાંઠા વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
એક તરફ દિવ્યાંગ હોવાની સાથો સાથ તદ્દન ગરીબ પરિવાર અને પિતાનો આધાર બાળપણમાં જ ખોવાયો હોવા છતાં મનની મક્કમતા એ ભારતની ટીમ વતી પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો ત્યારે ફરી એકવાર જાપાન ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ ફૂટબોલ પ્રતિયોગીતામાં પણ સિલેક્શન થયું છે. સાબરકાંઠાના વડાલીના છેવાડાના રહેડા ગામમાં દિવ્યાંગ દીકરી નિરમા ઠાકોરે અભ્યાસની સાથો સાથ હવે રમત જગતમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.
જોકે એક તરફ બાળપણમાં પિતાનો સહારો ગુમાવ્યા બાદ આર્થિક સ્થિતિ નબળી હોવાના પગલે દિવસ રાત મજૂરીની સાથોસાથ તેમની માતા અને અન્ય સભ્યો દ્વારા સતત પ્રોત્સાહન અપાયાના પગલે નિરમા ઠાકોર સ્થાનિક ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ અમદાવાદ ખાતે વિશેષ સિદ્ધિઓ મેળવી છે.
જોકે બાળપણથી જ રમત જગતમાં પણ પદમ્ય ઈચ્છા શક્તિ ના પગલે આગાઉ પણ અમદાવાદ અંધજન મંડળ થકી કેરલ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ફૂટબોલ ટીમમાં ગુજરાતને મેડલ અપાવવામાં દિવ્યાંગ દીકરીનો વિશેષ ફાળો હતો. જેના પગલે ભારતની ટીમમાં એકમાત્ર ગુજરાતી તરીકે પસંદગી પામી હતી.
સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય રમત તરીકે ફૂટબોલ નું નામ મહત્વનું છે ત્યારે નિરમા ઠાકોરને થોડા વર્ષ અગાઉ જ ફૂટબોલની ગેમમાં કંઈક વિશેષ યથાર્થ પણ કરવાની અદમ્ય ઈચ્છા થતા તેમને અમદાવાદ ખાતે ફૂટબોલની પ્રેક્ટિસ શરૂ કરી હતી જોકે અંધજન મંડળ દ્વારા વિશેષ સહયોગ પ્રાપ્ત થતા નિરમા ઠાકોરને કેરળ ખાતે ગુજરાત વતી ફૂટબોલની ટીમમાં સ્થાન મેળવી હતું.
નિરમા ઠાકોરે પણ સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત માટે ગૌરવ અપાવવામાં સફળ બન્યા હતા. અગાઉ કેરલ ખાતે યોજાયેલી ચેમ્પિયન ટ્રોફીમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો તેમજ બીજીવાર યોજાયેલી સ્પર્ધામાં પણ ગુજરાતને બીજા નંબરે રાખવામાં પણ નિરમા ઠાકોરનું સ્થાન મહત્વનું રહ્યું હતું જોકે ફૂટબોલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવને પગલે આ વખતે 14-15-16 ફેબ્રુઆરીએ જાપાન ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ ફૂટબોલ પ્રતિયોગીતામાં નિરમા ઠાકોર નો સમાવેશ થયો છે
જોકે નિરમા ઠાકોર ની આ સિદ્ધિ ને સ્થાનિકો પણ વધાવી રહ્યા છે તેમજ વડાલીના રહેડા ગામની પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ આપનાર સંસ્થાઓમાં પણ નિરમા ઠાકોરનું નામ માનભેર લેવાય છે.
જે બાબતે નિરમા ઠાકોરે જણાવ્યું હતું કે જાપાન ખાતે 14-15-16 ફેબ્રુઆરીએ યોજાનારી ઇન્ટરનેશનલ ફૂટબોલ પ્રતિયોગીતામાં પસંદગી થયેલી છે.અને હાલ કોચી ખાતે ફૂટબોલ ની ટ્રેનિંગ ચાલી રહી છે.અને 12 ફેબ્રુઆરીએ જાપાન જવા નીકળવાનું છે.
બ્યુરો રિપોર્ટ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891