પાલનપુરમાં ટ્રાફિક નિયંત્રણ માટે મહત્વપૂર્ણ નિર્ણય.
હનુમાન ટેકરી અને એરોમા સર્કલ પર ભારે વાહનોને ડાયવર્ઝન, 24 ફેબ્રુઆરીથી અમલ.
પાલનપુર શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર મિહિર પટેલ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું 24 ફેબ્રુઆરી થી 17 માર્ચ સુધી અમલમાં રહેશે નવા નિયમો અનુસાર રાજસ્થાન તરફથી આવતા અને ડીસા તથા અમદાવાદ તરફ જતા મોટા અને ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આબુરોડ થી ડીસા જતા વાહનોને ચિત્રાસણીથી વાઘરોલ ચોકડી થઈને ચંડીસર માર્ગે ડીસા જવાનું રહેશે. રાજસ્થાન તરફથી આવતા જતા મોટા વાહનોને આરટીઓ ઓર બ્રિજથી ધનિયાણા ચોકડી થઈને રતનપુર જગાણા માર્ગે અમદાવાદ જવાનું રહેશે. આ નિર્ણય શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને આવનારી બોર્ડની પરીક્ષાનું ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
કલેકટરે ખાસ ધ્યાન રાખ્યું છે કે આ ડ્રાયવરજન થી કોઈ ઈમરજન્સી સેવાઓને અસર ના થાય આ વ્યવસ્થા લગભગ એક મહિના સુધી અમલમાં રહેશે. રિપોર્ટર પરબત દેસાઈ પાલનપુર