>
Friday, May 16, 2025

વેરાવળમાં નવી ચોપાટી ખાતે એલ.ઈ.ડી હાઈમસ્ટ ટાવરનું લોકાર્પણ કરતા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા

વેરાવળમાં નવી ચોપાટી ખાતે એલ.ઈ.ડી હાઈમસ્ટ ટાવરનું લોકાર્પણ કરતા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા

 

જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના પ્રેરક માર્ગદર્શનમાં વહીવટી તંત્ર દ્વારા વેરાવળ શહેરની ચોપાટી ખાતે પેવરબ્લોક સહિતના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. જે ઉપક્રમમાં આજરોજ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી રૂ.૨૨.૨૮ લાખના ખર્ચે ચાર એલ.ઇ.ડી. હાઈમસ્ટ ટાવરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તથા ભાવનગર કમિશનર શ્રી બી.એમ. સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં વેરાવળ શહેરમાં નવી ચોપાટી ખાતે જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી રૂ.૨૨.૨૮ લાખના ખર્ચે ચાર એલ.ઈ.ડી હાઈમસ્ટ ટાવરના લોકાર્પણનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની, ચીફ ઓફિસર શ્રી પરમાર, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, શ્રી કપિલભાઈ મહેતા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

ન્યૂઝ ઓફ વડાલી: ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores