મજુર અધિકાર સંગઠન દ્વારા સાબરકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રી ને વિવિધ પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું
મજુર અધિકાર સંગઠન દ્વારા ખેડબ્રહ્મા પોશીના વિસ્તારમાંથી ભાગની ખેતી કડિયા કામ મંડપ ડેકોરેશન કારખાના વગેરે જેવા કામોમાં પ્રવાસ કરી રહેલ અસંગઠિત કામદારોના હક અને અધિકારોમાં સંરક્ષણ માટે કાર્યરત છે આજરોજ મજૂર અધિકાર સંગઠન દ્વારા સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તેમાં ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર વિસ્તારની અંદર આદિવાસી ખેત મજૂર ભાઈઓને પડી રહેલી સમસ્યાઓને લઈને અને તેમની પડતર માંગોને લઈને આવેદનપત્ર આપ્યું હતું તેમાં સંગઠન દ્વારા ખાસ ભાગની ખેતીમાં જઈ રહેલા પરિવારની સમસ્યા પણ ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું સંગઠન દ્વારા ૬ માંગણીઓ જેમાં 1. ખેડૂત દ્વારા બનાવવામાં આવેલ ભાગની પ્રથાને બંધ કરી લઘુત્તમ વેતનની અમલવારી કરવામાં આવી 2. વિસ્તારની અંદર મનરેગા કાયદાની અમલવારી કરવામાં આવી તેથી વિસ્તારમાંથી રોજગાર માટે સ્થળાંતર નહીં કરવું પડે 3. દૈનિક મજૂરી કરવામાં આવી રહેલ મજૂરોને જે ઘેટા બકરાની જેમ જીપમાં આવે છે તે કાયદાનું ભંગ કરી રહેલ છે સાથે જ ઘણા અકસ્માતોના કારણે પરિવારોના મૃત્યુ પણ થાય છે તેમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે 4. ખેત મજૂર માટે કાર્ય સ્થળ પર રેન બસેરા બનાવવામાં આવે 5. સરકારી શ્રમ અધિકારીની કચેરી શાખા ખોલવામાં આવે વગેરે માંગોને સાહેબ શ્રી રજૂઆત કરવામાં આવી હતી સાથે જ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકો સાથે મળીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં પોશીના તાલુકાના પ્રમુખ તેમાભાઈ ખેડબ્રહ્મા ના પ્રમુખ ધુળાભાઈ ચંદુભાઈ અત્રિબેન ગીતાબેન સાથે જ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 146164
Views Today : 