ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા નુ દેલવાડા ગામ અંગે આછેરી ઝલક
સ્કંદપુરાણમાં જે ગામ નો ઉલ્લેખ છે એ ગામ એટલે દેલવાડા પહેલા નવા નગર પછી દેવલખઢ ત્યાર બાદ દેવનાગરી પછી દેવલપુર અને ત્યારબાદ દેલવાડા આમ હાલ દેલવાડા તરીકે જાણીતુ ગામ છે જે શહેર ની હરોળ મા ઉભુ છે સને ૧૯૫૬ મા ગ્રામ પંચાયત ની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે દેલવાડા ગામ મા વાણીયા સમાજ ના લોકો જ સરપંચ પ્રતિનિધિ તરીકે પદ ભાર સંભાળતા અને ગામ ના વિકાસ માટે જરૂરી તમામ પ્રયાસો કરતા ગામ મા હાલ કોળી સમાજ ની વસ્તી બહોળા પ્રમાણમાં છે સાથે સાથે વાણિયા બ્રાહ્મણ ક્ષત્રિય પંચોળી આહિર રબારી લુહાર સોની મોચી સુથાર દલીત વાલ્મીકિ ધોબી સિન્ધી લોહાણા ખારવા ખાણીયા તથા મુસ્લિમ સમાજ ના લોકો વસવાટ કરે છે આ ગામમાં ફરતે ગઢ છે અને ત્રણ દરવાજા હતા જે પૈકી હાલ બે દરવાજા અડિખમ છે જેમાં એક અંજાર ઝાપો અને બીજો દિવ ઝાપો તરીકે ઓળખાય છે જ્યારે ત્રિજો દરવાજો ઉના ઝાંપો જે ધ્વંસ થયેલ છે ગામ મા નવાબી કાળમાં રેલવે સ્ટેશન બનાવવા મા આવેલ છે જે આજ પણ ચાલુ છે જે મિટરગેજ રેલવે ટ્રેક છે વેરાવળ અને જુનાગઢ માટે હાલ મા કાર્યરત છે
દેલવાડા ગામ દેવનાગરી તરીકે જાણીતા આ ગામ ની દેવી જાહોજલાલી ની વાત કરીએ તો આ ગામમાં ભિડ ભંજન મહાદેવ તરણેશ્ર્વર મહાદેવ હાટકેશ્વર મહાદેવ નગનેશ્ર્વર મહાદેવ પિપળીયા મહાદેવ લુવારીયા મહાદેવ સુખનાથ મહાદેવ જે હાલ દેલવાડા ગામ ના સિમાડે છે તથા સોમેશ્વર મહાદેવ તથા મુલચંડેશ્ર્વર મહાદેવ તેમજ શ્યામ નાથ મહાદેવ ના અતિ પ્રચલિત અને પ્રાચીન મંદિર આવેલા છે જ્યારે બાળ ક્રિશ્ન હવેલી તથા શ્રી નાથ બાવા ની હવેલી પણ આવેલ છે તથા સામુદ્રી માતા નુ મંદિર કનકાઇ માતા નુ મંદિર મહાકાળી માતાજી મંદિર તથા રબારી સમાજ ના આરાધ્ય દેવી મુંગી માતા નો મઢ પણ આવેલ છે જયા પુંજ ઉત્સવ દરમિયાન લાખો ની સંખ્યા માં રબારી સમાજ ના લોકો ઉત્સવ મા ભાગ લેવા પધારે છે તથા રાંદલ દેરી એ દેલવાડા ગામ ની આથમણી સીમ મા પ્રાચીન સમય થી બિરાજમાન છે જ્યારે ઉત્તર ની સિમ મા નદી કિનારે સકત ના ઘોના પર મા શક્તિ ફળા સ્વરૂપ છે જ્યારે ઉગમણી સિમ મા આઇ કુવારકા માતાજી મંદિર આવેલું છે લોક વાયકા મુજબ આ સ્થળ એ જાન લુટાયેલ હોવાનુ કહેવાય છે દક્ષિણ તરફ મારિયા દેવી બિરાજમાન છે જે હાલ નવાબંદર ની હદ સીમા પર છે આમ દેલવાડા ગામ ચારેય તરફ થી રક્ષિત છે ગામ મા જૈન ધર્મ ના શ્ર્વેતામ્બર જૈન દેરાસર પણ આવેલા છે તો વળી પ્રાચીન સમય ની જ્ઞાન વાવ જે પગથિયા અને ચોક થી શોભાયમાન છે ગામ મા ઝુલતા મિનારા પણ છે તો આ કિલ્લે બંધ ગામ ની નદી એટલે કે મછુન્દ્રી નદી ખુબજ પ્રાચીન હોવાનું મનાય છે. જ્યારે ગુજરાત ભર માં એક માત્ર વિશ્ર્વકર્મા નુ મંદિર તથા નૃરસિહ મંદિર દેલવાડા મા શોભાયમાન છે… અહેવાલ = રમેશભાઈ વંશ ઉના