>
Friday, June 20, 2025

બોરવાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ: પર્યાવરણ જતનનો સંદેશ

બોરવાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ: પર્યાવરણ જતનનો સંદેશ

 

ગીર સોમનાથ જિલ્લાના બોરવાવ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને લૂણેશ્વર મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે અપીલ

કલેક્ટર શ્રી ઉપાધ્યાયે પર્યાવરણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ૨૨ મે થી ૫ જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને કાપડની થેલી વાપરવા અને પર્યાવરણના જતનમાં યોગદાન આપવા અપીલ કરી હતી.પ્લાસ્ટિક મુક્ત અભિયાન’

‘વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે’ની ઉજવણીના પ્રિ-કેમ્પેઈનના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ૨૨ મે થી ૫ જૂન સુધી શાળા-કોલેજો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તેમજ શહેરી અને ગ્રામ્ય સ્તરે ‘પ્લાસ્ટિક મુક્ત અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને પ્લાસ્ટિક મુક્ત ગીર સોમનાથનો સંદેશો આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores