સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટના ઉદઘાટનના સુચારૂ આયોજનની બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટના ઉદઘાટનના સુચારૂ આયોજન અને અમલીકરણની બેઠક યોજાઈ હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ૨૩ મે ૨૦૨૫ના શુક્રવારના રોજ દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદઘાટન થશે.
આ બેઠકમાં કાર્યક્રમના સુચારુ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેકટર શ્રી દ્રારા અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં હતી.
આ બેઠકમાં પોલીસ વડા શ્રી વિજય પટેલ, પ્રોબેશનરી આઈ એ.એસ. શ્રી રોહિત ડોડીયા, અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, સર્વે પ્રાંત શ્રી, તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891