ઉના શહેરમાં જી ઇ. બી ગણેશ મંદિર રામનગર વિસ્તારમાં થી લામધાર ગામ ની ગાડા વટ રસ્તા પર ગાડા બાવળ જાડી ઝાંખરા ની જમાવટ થય ગય હતી આ કારણોસર ખેડૂતો તથા વાડી વિસ્તાર માં રહેણાંક ધરાવતા લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેમજ નાના બાળકો ને શાળા એ આવવા જવા માટે પણ આ રસ્તો જંગલી જનાવરો ને કારણે જોખમી બની ગયો હતો
લામધાર ગામ ના તથા જી ઇ બી ગણેશ મંદિર રામનગર ના રહિશો તથા ખેડૂતો એ ઉના ના કાર્યદક્ષ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ને આ સંદર્ભે રજુઆત કરતા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ આ ગાડાવટ રસ્તા ની મુલાકાત લીધી હતી અને સ્થળ ઉપરથી જ નગરપાલિકા ના સ્ટાફ ને સુચના આપતા નગરપાલિકા ના સ્ટાફ એ આ ગાડા વટ રસ્તા પર થી ઉગી નિકળેલા ગાંડા બાવળ તથા જાડી ઝાંખરા દુર કરી રસ્તો સાફ કરી ખેડુતો તથા રહિશો અને વિધ્યાર્થીઓ ની મુશ્કેલી નો અંત આવ્યો છે
આ રસ્તો સફાઇ થતાં આ વિસ્તારમાં વસતા લોકો ને હર્ષ ની લાગણી વ્યક્ત કરી હતી અને ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ નો આભાર માન્યો હતો અહેવાલ……રમેશભાઇ વંશ ઉના