ઉના તાલુકાના દેલવાડા ગામે ભુંડ નો અશ્યહ ત્રાસ
ઉના તાલુકાના દેલવાડા ગામે દિવસે દિવસે ભુંડ નો ત્રાસ વધતો જાય છે ગામ ની મેઇન બજાર હોય કે જૈન દેરાસર જેવા પવિત્ર સ્થાન હોય કે ઉના ઝાપો હોય કે ભાગલા કોઠા વિસ્તારમાં ભુંડ નો એવો ત્રાસ છે કે નાના બાળકો ને શેરી ફળિયા મા એકલા રમવા મુકિ શકાતા નથી નહિતર ભુંડ બટકું ભરી જવાનો ભય રહે છે હોળી ચકલો આ ચોક એવી જગ્યા છે કે અહિયાં થી જૈન દેરાસર અને રબારી સમાજ ના આસ્થા ના પ્રતિક માતા ના મઢ તરફ જવાય છે પરંતુ આ સ્થળે ખુલ્લી ગટરો હોવા થી ભુંડ ના ટોળેટોળાં અહિયા પડ્યા પાથર્યા રહે છે આ કારણોસર આજુબાજુ ના રહિશો ત્રાહિમામ્ પોકારી ગયા છે
ભુંડ નો આટલો બધો ત્રાસ હોવા છતાં સ્થાનિક પંચાયત દ્રારા કોઈ પણ પ્રકારની ભુંડ પકડવા માટે ની કામગીરી કરવામાં નથી આવતી આ કારણોસર જનતા મા કચવાટ ફેલાયો છે ગામ ની જનતા ની માંગણી છે કે વહેલી તકે ભુંડ અને એના દ્રારા ફેલાતી ગંદકી માંથી છુટકારો થાય બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના