ખેડબ્રહ્મા પોલીસ દ્વારા મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એનડીપીસી એક્ટ ના બે ગુન્હામા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ નાસતા ફરતા આરોપી ઝડપી લેવા સુચના કરેલ હોઈ જે સંદર્ભેશ્રી સ્મિત ગોહીલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, ઈડર વિભાગ ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશન નાઓએ પોલીસના માણસોને આ દીશામા સતત વોચ તપાસમા રહી આવા ઇસમોને પકડવા સુચનાઓ આપેલ હતી જે આધારે તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ અનિરુધ્ધસિંહ શુભેન્દ્રસિંહ બ.નં-૦૯૦૨ તથા અ.પો.કો પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ બ.નં-૭૯૫ તથા આ.પો.કો.દિલીપભાઈ રણછોડભાઈ બ.નં. ૧૧૧ નાઓને સંયુક્તરાહે ખાનગી બાતમી હકીકત મળેલ 3. મહેસાણા એ.ડીવીઝન મહેસાણા એ.ડીવીઝન પો.સ્ટે.પાર્ટ ૨૯ મુજબના ગુન્હાઓમા નાસતો ફરતો આરોપી ઇલિયાસભાઈ ઇકબાલભાઈ જાતે મલેક રહે. વડનગરી દરવાજા(ચેનવા વાસના નાકે), વિસનગર તા.વિસનગર જી.મહેસાણાવાળો ઈકો ગાડીમાં કોટડાથી ખેડવા બોર્ડર તરફ આવનાર છે અને જેને બદને છીકણી કલરનુ કાળી લીટી વાળો શર્ટ તથા કાળા કલરનુ જીન્સ પહેરેલ છે જે બાતમી હકીકત આધારે વોચમા રહી સદરી ઇસમને ઝડપી પાડી તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ કલાક ૨૦/૦૦ વાગે ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરી મહેસાણા એ ડીવીઝન પો.સ્ટે સોપવા અંગેની કાર્યવાહી કરવામા આવેલ છે.
આમ, છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી હતી અને તેને ખેડબ્રહ્માના નગરજનો એ બિરદાવી હતી
તસવીર અહેવાલ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891