થરાદ,,
વાવ-થરાદ રાજપુત સમાજએ એક અણમોલ રત્ન ગુમાવ્યું …
વાવ થરાદનું કોઈપણ માણસ દિવસે કે મધરાતે થરાદના બસ સ્ટેશનમાં આવી જાય અને એ કાંઠાના ગામડાં સુધી સુવિધા ઓછી એટલે એને ઘરે જવા કોઈ સાધન ન મળે એટલે સવાઈ ભાઈની લાટી હૈયામાં હોય…
વાવ થરાદનો અડધી રાતનો આશરો અને અદકેરું નામ એટલે સવાઈભાઈ
નામ એવા ગુણ
જમાનાને જેણે આખેઆખો પોતે પી લીધો એવા અડીખમ માણસ. સુખ દુઃખની તડકી છાંયડી જોઈને થરાદના પાદરમાં લાટી બજારમાં ઝંપલાવ્યું. કુદરત પણ જ્યારે કસોટી પર ઊતરે ત્યારે મીરાં અને નરસૈંયો એય અડીખમ રહે એમ સવાઈભાઈની કસોટી કુદરતની એરણે ચડેલી. કાંઠાની સૂકી ભઠ જમીનને વિદાય કરી કમાણી અર્થે ઘણું ફર્યા અને અનેક નોકરી કરી થરાદ ખાતે પગ જમાવ્યો. કુદરત રાજી થયો અને દુઃખના દિવસો જવા લાગ્યા.
વાત રહી એમની તો સવાઈભાઈ એટલે અસલ રાજપુતાઈ ખુમારી અને વ્યક્તિત્વ. દુઃખ આવ્યું પણ માણસાઈ કે વ્યક્તિત્વ ક્યાંય ઝાંખું ન પડ્યું… મૂળ ડોડગામના વતની અને હાલ ચારડા ખાતે રહેતા રાજપૂત કુળમાં જન્મેલા. કાંઠાના કોઈપણ માણસને કહો કે લાટી કોની તો અવશ્ય શબ્દ આવે કે લાટી સવાઇ ભાઇની… લાટી થકી અને લોકોની અનન્ય સેવા થકી આખા વિસ્તારમાં સવાઈભાઈનું નામ જાણીતું થઈ ગયેલ.
આરોગ્ય હોય કે દાન
સેવા હોય કે સાથ
શિક્ષણ હોય કે સુધાર
પૂજ્ય સવાઈ કાકા અવશ્ય એમાં હોય
વતનની માં ભોમનું અણમોલ કહી શકાય એવું રતન આજે સ્વર્ગસ્થ થઈ ગયું. વાવ થરાદનો એ વિસ્તાર એક માણસાઈ અને વિરલ વ્યક્તિ વિના સુનો થઈ ગયો. રાજપુત સમાજને એની ખોટ તો અવશ્ય હોય પણ અન્ય સમાજને પણ એમની ખોટ કાયમ રહેશે…. થરાદની લાટી સૂની લાગશે. વાવ થરાદના રાજપૂતોની જમાવટ એમના વિના સૂની લાગશે. ચારડાને પોતાના ગામના દીકરાને ખોયાનો વસવસો રહેશે. સ્વર્ગસ્થ સવાઈ કાકા જેવા વ્યક્તિત્વ ક્યારેક ક્યારેક આવીને આમ અચાનક ચાલ્યા જાય છે…. પૈસા હોવા અને જમીન સાથે જોડાઈ રહેવું એ એમનો ગુણ.
સાદગી ,સેવા , સમર્પણ , દાન અને દાતારી એટલે પૂજ્ય સવાઈ કાકા… જોકે પોતે પણ વતનમાં સારા નરસા પ્રસંગે અવશ્ય હાજર રહેતા. અસલ રાજપુતાઈ ખુમારી અને પહેરવેશ એની ઓળખ… અઢીવટો અને માથે પાઘડી કે લૂંગી. સવાઇ કાકા જેમ ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી કહ્યા એમ અમારા માટે સવાઈ કાકા કાયમ માટે સવાયા રહ્યા છે.
આ બધી વાતો કદાચ ન મનાય પણ એમનું મૃત્યુ એ વાતની સાક્ષી પૂરે કે પુણ્યશાળી આત્મા હતા… વાવ થરાદનું અણમોલ ઘરેણું હતા પોતે… સ્વર્ગસ્થ સવાઈ ભાઈ હરિદ્વારની યાત્રાએ હતા અને ભારતની પવિત્ર નદી ગંગા કિનારે અવસાન પામ્યા એજ એમના ઉત્તમ જીવનની ઝાંખી અપાવે છે
મોત તો સૌને આવે છે પણ આજે કાંઠાને પોતાનો સવાયો દીકરો ખોવાનું દુઃખ છે… વિસ્તારના છેવાડાના માનવીને આજે સવાઈ ભાઈની વિદાય વસમી લાગી છે.. જીવન એવું જીવી ગયા કે વાવ થરાદના તમામ લોકોને એક અદ્ભુત પ્રેમાળ અને વિરલ વ્યક્તિ ખોવાનું દુઃખ અવશ્ય છે
આવા ઉમદા વ્યક્તિત્વ સમયે સમયે જન્મે છે…
પૂજ્ય સવાઈ ભાઈના આત્માને ભગવાન શાંતિ આપે અને સ્વર્ગે વાસ આપે…
તમારી ખોટ રાજપૂત સમાજને અને વિસ્તારને કાયમ રહેશે…
આપ વિસ્તારના લોકોના હૈયામાં વસેલા છો. તમારી કીર્તિ ચોમેર છે. આપે કરેલા કામો તમારા હોવાપણાની કાયમ ખાતરી અપાવશે..જીવનમાં સુખ અને દુઃખ આવે પણ એમાં શાંતિ રાખી ઈશ્વર પર ભરોસો રાખો તો કુદરત કાયમ તમારી સાથે છે એ એમનું જીવન શીખવે છે…
ચારડાના પાદરે હવે તમારા પગલા નહી સંભળાય
રાજપુત સમાજને હવે તમારો મીઠો ઠપકો ક્યારેય સાંભળવા નહીં મળે
વિસ્તારના લોકો હવે સવાઈ ભાઈ કોને કહેશે ?
અસલ રાજપુતાઈ પહેરવેશમાં હવે તમારું સ્મિત ક્યારેય જોવા નહીં મળે.
ચારડા ગામનો એ જુનો પણ અડીખમ ઊભેલો દરવાજો તમારા આવવાની રાહ જોશે..
ગામની શેરીઓમાં તમારા પગલાંના ઝીણા અવાજ વિના શેરી સુમસામ લાગશે
વડીલ હોવાના નાતે સમાજને અને ગામની ભાગોળે એ ઉધરસના ખોખારા હવે કોઈને સાંભળવા નહીં મળે
તમારા ગયા પછી એ લાટીનો ખાટલો હવે ખાલી જોવા મળશે…
આપે જીવન જીવી જાણ્યું
ન કોઈ ફરિયાદ કે ન કોઈ રાવ કોઈ આંગળી ચીધે એવું કોઈપણ કામ તમે.કર્યું નથી. સાદાઈ અને ખુમારીથી આપે જીવન વિતાવ્યું…
આજે તમારી ખોટ સાથે સમાજ અને થરાદના લોકો તમારા આવવાની રાહ જોવે છે
સ્વર્ગસ્થ સવાઈ કાકાની યાદ આજીવન રહેશે.
પત્રકાર.. હમીરભાઇ રાજપુત થરાદ..