ભિલોડા – મેઘરજ ધારાસભ્ય પી.સી.બરંડા દ્વારા વિવિધ વિકાસલક્ષી કામકાજ ના ખાતમુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ભિલોડા – મેઘરજ વિધાનસભાના મતવિસ્તારને સતત વિકાસલક્ષીના માર્ગને આગળ ધપાવવાના સંકલ્પ સાથે હરહંમેશા અગ્રેસર, વિવિધ પ્રકારના વિકાસલક્ષી કામકાજ ગુજરાત રાજય સરકારમાં મંજુર કરાવી રાવતાવાડા, રામેળા ને જોડતા મહત્વના રોડ પર રૂ. ૧ કરોડ ૩૦ લાખના માતબર ખર્ચે નવ નિર્મિત નવીન પુલ નું ભાજપ સંગઠનના કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં ભિલોડા – મેઘરજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પી.સી.બરંડા ના વરદ્ હસ્તે લોકાર્પણ કર્યું હતું.નવિન પુલના નિર્માણથી ગ્રામજનોને અવર-જવરમાં લાભ મળશે, વાહન – વ્યવહાર વધુ સુગમ બનશે, ગ્રામ્ય વિસ્તારના લોકોને આવન-જાવન માટે નવિન પુલના કારણે મોટી સુલભતા રહેશે, ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની તેજગતિ ને હવે વેગ મળ્યો હોય ત્યારે હવે સીધી રીતે ઝળહળતા સર્વાગી વિકાસને સ્પર્શે છે.
વિકાસશીલ, ગતિશીલ ગુજરાત રાજયના છેવાડે અનેકવિધ અંતરીયાળ ગામડાઓના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા વિકાસલક્ષી કામકાજમાં સરકીલીંબડી ગામથી લક્ષ્મણપુરા ને જોડતા ૨.૫૦ કિ.મી. લાંબા રૂપિયા ૧.૭૫ કરોડના ખર્ચે તૈયાર થનાર રોડના નવીનીકરણ કામકાજનું ખાતમુહુર્ત કર્યું હતું.નવિન ધોરીમાર્ગ નો સંપુર્ણ લાભ આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડુત વર્ગ, શાળા, કોલેજમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ, સ્થાનિક પરિવહન વ્યવસ્થા હવે જીવાદોરી સમાન પુરવાર થશે, જુનો ધોરીમાર્ગ અતિશય ખરાબ હાલતમાં હોઈ લોકોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો.હવે નવીન ધોરીમાર્ગ બનવાથી નિવારણ થશે…
લુસડીયા ગામની મહિલાઓના સંગઠન ને વધુ મજબુત આધાર આપવા માટે મહિલા મંડળ માટે ખાસ નવીન શેડ નું ખાતમુહુર્ત કર્યું હતું.રૂ. ૪ લાખના ખર્ચે બનનાર નવિન શેડમાં મહિલા મંડળની બેઠક, તાલીમ, સામુહિક પ્રવૃત્તિઓ તેમજ ગામના લોકો માટે નાના – મોટા કાર્યક્રમમાં એક નાનું પરંતુ સમાજના સ્થાયી વિકાસ માટે મહત્વપુર્ણ આર્શિવાદરૂપ સમાન પગલું છે.ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, રાજેશભાઈ નિનામા, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર અલકા બેન પંડ્યા