>
Saturday, June 14, 2025

સામાજીક સમરસતા મંચ કોડીનાર નગર દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા વક્તૃત્વ સ્પર્ધા આયોજન

સામાજીક સમરસતા મંચ કોડીનાર નગર દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા વક્તૃત્વ સ્પર્ધા આયોજન

 

મહારાણા પ્રતાપ અને વીર સાવરકરજીની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે યોજાયો કાર્યક્રમ

 

સામાજિક સમરસતા મંચ કોડીનાર દ્વારા મહારાણા પ્રતાપ અને વીર સાવરકરજીની જન્મ જયંતી નિમિત્તે કોડીનાર તાલુકા ઓપન વક્તૃત્વ સ્પર્ધાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં સમૂહ રાષ્ટ્ર્રગાન કરવામાં આવ્યું હતુ. “ઓપરેશન સિંદૂર ની સફળતા” વિષય પરની આ વકૃત્વ સ્પર્ધામાં કુલ ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને દરેકે રાષ્ટ્રીય સફળતાના વિષય પર પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરી હતી તેમાંથી પ્રથમ ક્રમે પુષ્ટિબેન નયનભાઈ રૂપારેલીયા , દ્વિતીય ક્રમે અભયભાઇ સંજયભાઈ દવે અને તૃતીય ક્રમે જયાબેન ગોહિલ વિજેતા જાહેર થયેલા , વિજેતા ઉમેદવારોને આ તકે ઉપસ્થિત નિવૃત ફૌજીઓના વરદ હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર અન્ય તમામ સ્પર્ધકોને પણ આશ્વાસન ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. નિર્ણાયકો તરીકે જ્યોતિન્દ્રભાઇ ઉપાધ્યાય, બાલુભાઇ જાદવ, દિનેશભાઇ વાઝા અને રામસિંહભાઇ ડોડીયાએ સેવા આપી હતી તેઓનું પણ આ તકે સન્માન કરવામાં આવેલ. મુખ્ય મહેમાનોમાં ફૌજી મંડળના પ્રમુખ વિજયસિંહ ઝણકાટ, અને સૌરાષ્ટ્ર પ્રાંત ગ્રામ વિકાસ ના સંયોજક લખનભાઇ સોલંકીએ સ્પર્ધકોને શુભકામનાઓ આપેલ. આ તકે કોડીનાર નગર કાર્યવાહ રાજેશભાઇ સોલંકી દ્વારા આગામી પ્રારંભિક વર્ગની માહિતી આપવામાં આવી હતી તારીખ ૩૦/૩૧ મે અને ૧ જૂન ૨૦૨૫ ત્રિદિવસીય વર્ગમાં જોડાવા દરેક રાષ્ટ્ર પ્રેમી લોકોને આહવાહન કર્યુ હતું અને જીગ્નેશભાઇ ગોહિલ દ્વારા પર્યાવરણ વિશેની પણ માહિતી આપવામાં આવી હતીh કાર્યક્રમની પ્રસ્તાવના, સ્વરૂપ અને સ્પર્ધાના નિયમો વિશેની માહિતી વિજયભાઇ કાનાબાર દ્વારા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઇ દ્વારા અને આભાર દર્શન નરસિંહભાઇ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે

દરેક સ્વયંસેવકો દ્વારા ખુબ જ સુંદર કામગીરી કરવાંમાં આવી હતી કાર્યક્રમના સમપનમાં ભારતમાતાની સામુહિક મહાઆરતી કરવામાં આવી હતી.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores