ઉના ખાતે રક્ષિત પક્ષી ને બચાવતા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ની હેડ કાર્યાલય ના દિલાવરભાઇ નંદવાણ
ઉના નગરપાલિકા ભવન સામે ડૉ.મહેન્દ્રભાઇ બી. મકવાણા નુ દાંત નુ ક્લિનિક આવેલ છે હાલ આ ક્લિનિક કેટલાય વર્ષોથી બંધ હોય એની આગળ ની લોખંડી ની ઝાળી વાટે કોઈ કારણસર રક્ષિત જાહેર થયેલ સફેદ કાકેસર નામ નુ બગલા પ્રજાતિ નુ પક્ષી આવી ચડતા આ લોખંડ ની ઝાળી મા ફસાઇ ગયુ હતુ ત્યારે સામે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ની ઓફીસ આવેલ છે ધારાસભ્ય શ્રી કાળુભાઇ પોતાની ઓફિસ ની બહાર બેઠેલા હતા ત્યારે અચાનક આ પક્ષી પર નજર પડતાં જ પોતાની કાર્યાલય મા કામ કરતા દિલાવરભાઇ નંદવાણ ને સુચના આપી હતી કે આ પક્ષી ને હેમખેમ બહાર કાઢો ત્યારે દિલાવરભાઇ એ મહા મહેનતે આ રક્ષિત પક્ષી ને હેમખેમ બહાર કાઢી તાત્કાલિક ઉના રેન્જ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા ઉના રેન્જ ના બારોટ ભાઇ ની સુચના થી તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આ બચાવેલા બગલા પ્રજાતિ ના રક્ષિત પક્ષી સફેદ કાકેસર નુ રેસ્કયુ કરી સારવાર માટે જસાધાર એનિમલ હોસ્ટેલ ખાતે મોકલી આપવામાં આવેલ
જનતા ની ચિંતા કરતા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ પક્ષી બચાવવા પોતાના કાર્યાલય સ્ટાફ ને કામે લગાડી જીવદયા નુ ઉત્તર ઉદાહરણ પૂરું પાડ્યું છે
તસ્વિર… સાગર જેઠવા સાથે બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના