>
Friday, June 20, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે સોલંકી પરિવાર ના આંગણે નવા મઢ ની ભાવ પ્રતિષ્ઠા તેમજ વિષ્વુ યાગ યજ્ઞ યોજાયો 

ઉના તાલુકાના દેલવાડા ગામે સોલંકી પરિવાર ના આંગણે નવા મઢ ની ભાવ પ્રતિષ્ઠા તેમજ વિષ્વુ યાગ યજ્ઞ યોજાયો

ઉના તાલુકાના દેલવાડા ગામે આવેલ દેસાઇ વાડી મા વસવાટ કરતા નવાબંદર શાખા ના સોલંકી પરિવાર ના કુળદેવતા વાછરડા દાદા તેમજ કુળદેવી ભગવતિ આઇ ચામુંડા માતાજી ના નવા મઢ ની ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ મઢ પાકાં સાગ ના લાકડા માંથી અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકાના બલાણા ગામે કારીગર કિશોર ભાઇ મિસ્રી દ્રારા છેલ્લા 14 મહિના ના અથાગ પ્રયત્નો થી કલાકૃતિ તથા અર્વાચીન નકશી કામ કરી તૈયાર કરવામાં આવેલ લાખો રૂપિયા ના ખર્ચે તૈયાર થયેલ મઢ ની દેલવાડા ગામે દેસાઈ વાડી ખાતે સોલંકી પરીવાર દ્વારા ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ બ્રાહ્મણો ના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલ સાથે સાથે 16 યજમાન પદે વિષ્ણુ યાગ યજ્ઞ પણ રાખવામાં આવેલ હતો જેના મુખ્ય યજમાન સોલંકી કરસનભાઇ પાંચા ભાઇ સહિત ના યજમાન શ્રી ઓ એ પરિવાર કલ્યાણ વિશ્ર્વ કલ્યાણ રાષ્ટ્ર રક્ષા કલ્યાણ માટે અગ્નિ મા આહુતિ આપી હતી

આ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ તથા વિષ્ણુ યાગ યજ્ઞ કુળગોર જયદીપ ભાઇ ના આચાર્ય પદે યોજાયો હતો આ તકે ભાવિક ભકતજનો તથા સોલંકી પરિવાર ની બહેનો દિકરીઓ ભાણેજો તથા મહેમાનો માટે ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

આ મઢ અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકાના બલાણા ગામે થી દેલવાડા ગામે આવી પહોંચતાં સોલંકી પરીવાર દ્વારા બાલા હનુમાન મંદિર થી કળશ ધારી દિકરી ઓ સાથે રાખી ડિજે ના તાલે ભવ્ય સામૈયું કરાયું હતું આ સમગ્ર ઉત્સવ નુ લાઇવ પ્રસારણ વચ્છરાજ સ્ટુડિયો વિનોદભાઇ દ્રારા કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે દેલવાડા ગામ ના તથા આજુબાજુના વિસ્તાર ના નામી અનામી પ્રતિષ્ઠિત લોકો એ પણ ખાસ હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores