>
Friday, June 20, 2025

ગુજરાતભરમાં તા. ૩૧ મેના રોજ સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

ગુજરાતભરમાં તા. ૩૧ મેના રોજ સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

 

 

સાબરકાંઠા જિલ્લાની તમામ નગરપાલિકાઓ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે

 

 

ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. ૭ મે, ૨૦૨૫ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.

 

જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.- ૩૧/૫/૨૦૨૫ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. આ ઉપરાંત તમામ નગરપાલિકા વિસ્તારમાં તા.- ૩૧/૫/૨૦૨૫ ના રોજ સાંજે ૪:૫૫ કલાકે વોર્નિંગ સાયરન વગાડવામાં આવશે. ત્યારબાદ 5:00 વાગ્યાથી 5:10 સુધી ૧૦ મિનિટ માટે સતત સાયરન વગાડવામાં આવશે.

 

વધુમાં વડાલી નગરપાલિકામાં રાત્રે 8:00 કલાક થી 8:10 કલાક બ્લેક આઉટ કરવામાં આવશે. જેનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. એમ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

 

 

આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, NCC, NSS, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ જેવા યુવા વોલીન્ટીયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રુમ વચ્ચે હોટલાઇન ઉભી કરવાની, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores