દાંતીવાડા ખાતે મુખ્યમંત્રી ના કાર્યક્રમ પહેલા મોડી રાત્રે બનાસકાંઠા ના લાખણી ધાનેરા પાલનપુર વાવ થરાદ દાંતા વડગામ દિયોદર દરેક તાલુકા ના ખેડૂત આગેવાનો ની પોલીસે કરી અટકાયત….
પાણી માટે કકળાટ કરતા ખેડૂતો વતી જીલ્લા ના ખેડૂત આગેવાનો પાંચ વર્ષ થી સરકાર કેનાલ ની માંગણી કરી રહ્યા છે ખેડૂતો એ એક મહિના પહેલા સુજલામ સુફલામ્ કેનાલ ચાલું કરવા આંદોલન પર બેઠા છતા કેનાલ ચાલુ ન કરી જેના લીધે વાવેતર કરેલો હજારો વિઘા બાજરી ના પાક બળી ને ખાખ થઈ ગયો અને આજે મુખ્યમંત્રી બનાસકાંઠા આવવાના હોવાથી કેનાલ ચાલુ કરવામાં આવી
વધુ માં જીલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા એ જણાવ્યું હતું કે બનાસકાંઠા માં ભુગર્ભ જળ એ સૌથી પ્રાણ પ્રશ્ન છે આગેવાનો સરકાર જોડે બોર અને કુવા રિચાર્જ કરવાની યોજના બનાવવાની માગણી કરી રહ્યા છે પરંતુ સરકારની મનસા ખેડૂત હિત ની નથી જેના કારણે વણ ઉપયોગી યોજના બનાવી સરકાર ની તિજોરી ને ખાલી કરી મળતીયાઓ ને આર્થિક સપોર્ટ કરી રહી છે
જેના લીધે ખેડૂતો દિન પ્રતિદિન દેવામાં ધકેલાઈ રહ્યા છે
રિપોટ . હમીરભાઈ રાજપૂત થરાદ પાલનપુર