>
Saturday, June 14, 2025

હિંમતનગર સમસ્ત સાબરકાંઠા મુસ્લિમ સમાજની બીગ બેસ સીઝન -૨ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચ માં MHK 11 વિજેતા.

હિંમતનગર સમસ્ત સાબરકાંઠા મુસ્લિમ સમાજની બીગ બેસ સીઝન -૨ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચ માં MHK 11 વિજેતા.

 

(સંજય ગાંધી – સાબરકાંઠા) તા.૧/૬

 

સાબરકાંઠા મુસ્લિમ સમાજની બીગ બેસ સીઝન-૧ ની સફળતા બાદ આ વર્ષે બીગ બેસ સીઝન -૨ ૨૦૨૫ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ૧૫-મે થી લાલપુર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમા આ વર્ષે સાબરકાંઠા મુસ્લિમ સમાજ બીગ બેસ સીઝન – ૨ માં ૨૦ ટીમો એ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ શાહરૂખ મેમણ ના આયોજન હેઠળ કરવામાં આવ્યું હતું.જેમાં ગત ૩૧મી ના રોજ ફાઈનલ મેચ યોજાઈ હતી.આ ટુર્નામેન્ટ માં સાબરકાંઠા જિલ્લા ની અલગ અલગ ફ્રેનચાઈઝી એ પોતાની ટીમો સાથે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.સમસ્ત સાબરકાંઠા મુસ્લિમ સમાજ બીગ બેસ સીઝન-૨ ફાઈનલ મેચ MHK 11 અને રોયલ બ્રીકસ વચ્ચે યોજાઈ હતી MHK 11 ના કપ્તાન ઈઝાજભાઈ ખણુસીયા ના નેતૃત્વ હેઠળ પ્રથમ ટોસ જીતી ફીલ્ડીગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં રોયલ બ્રીકસ ૧૧ એ પ્રથમ બેટીંગ કરતાં ૧૨ ઓવરમાં ૧૩૮ રન ૧૦ વિકેટે કર્યા હતા.આ ફાઈનલ મેચ નિહાળવા સમસ્ત સાબરકાંઠા મુસ્લિમ સમાજ ના લોકો હાજર રહ્યા હતા.MHK 11 ને રોયલ બ્રીકસે ૧૩૯ નો ટાર્ગેટ આપ્યો હતો સામે MHK 11 ના ટીમ ના પ્લેયરો એ આ ફાઈનલ મેચ ૧૦.૩ ઓવર માં ૧૪૧ -રન કરી ફાઈનલ મેચ માં જીત મેળવી હતી.ફાઈનલ વિજેતા ટીમ MHK 11 ને વિજેતા ટીમ ના ઈનામ રૂપે એક્ટીવા આપવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના મુસ્લિમ સમાજ ની આ સૌથી હરાજી વાળી ટુર્નામેન્ટ માનવામાં આવે છે આ ટુર્નામેન્ટનો હેતુ મુસ્લિમ સમાજ ના યુવાનો ની ક્રિકેટ ક્ષેત્રે પોતાની આગવી શૈલી રજુ કરી શકે અને પોતાના સમાજમાં નામના મેળવે એ છે.સમસ્ત સાબરકાંઠા મુસ્લિમ સમાજ બીગ બેસ સીઝન-૨ ની ફાઈનલ મેચ માં હિંમતનગર અને સાબરકાંઠા ના સિનિયર મુસ્લિમ ક્રિકેટ ખેલાડીઓ, મુસ્લિમ સમાજના આગેવાનો,તથા સમાજ ના મોટા વેપારીઓ એ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા મહત્વ નો ભાગ ભજવ્યો હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores