ઉમેદવારી રજુ કરવા આવતા સમયે ચુંટણી અધિકારીની કચેરી આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં ત્રણથી વધુ વાહનો પ્રવેશવા પ્રતિબંધ…
ચારથી વધુ સંખ્યામાં ચુંટણી અધિકારી/મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશવા પ્રતિબંધ
(સંજય ગાંધી સાબરકાંઠા)તા.૧/૬ ગુજરાતના ચૂંટણી રાજય આયોગ ધ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ છે. તે મુજબ સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીનું મતદાન તા.રર/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે. તેમજ જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તે તા.૨૪/૦૬/ ૨૦૨૫ તથા મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થના ર છે.ઉમેદવારી પત્ર રજુ કરતા સમયે રાજકીય પક્ષો ના ઉમેદવારો તેમજ અપક્ષઉમેદવારો મોટી સંખ્યામાં કાર્ય કરો,ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનો ની મોટી સંખ્યા લઈ ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કરવા આવે છે,જેના કારણે ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉભી થતી અવ્યવસ્થા અને ઓવરક્રાઉડીંગની પરિસ્થિતિ નિવારવી જરૂરી જણાય છે.આથી ઇ.ચા. કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સાબરકાંઠા હર્ષદ વોરા (આઈ.એ.એસ.)એ તેમને મળેલ સત્તાની રૂએ કેટલાક પ્રતિબંધિત હુકમો ફરમાવ્યા છે…
(৭) ઉમેદવારી પત્રો રજુ કરવા માટે ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર તથા અન્ય ચાર મળી પાંચ વ્યકિતઓ જ પ્રવેશી શકશે. માન્યતા પ્રાપ્ત સિવાયના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા વધુ હોય તેઓના કિસ્સામાં પણ પ્રથમ તબકકે ઉમેદવાર/દરખાસ્ત કરનાર તથા અન્ય ચાર અને ત્યાર બાદ જરૂર જણાય તો પ્રથમ ગયેલા ચાર વ્યક્તિઓ ચૂંટણી અધિકારીની ચેમ્બરમાંથી બહાર નીકળી જાય તે પછી બાકીના ચાર અને તે જ રીતે બાકીના વ્યકિતઓ ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં પ્રવેશી શકશે. આમ કોઈપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ચારથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/ નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહી.
(2)ઉમેદવારી પત્ર રજુ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણથી વધુ વાહનો સાથે કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈએ પ્રવેશવું નહિ.
(3) ઉપર મુજબની સુચનાઓનો અમલ ઉમેદવાર જયારે તેઓનું ઉમેદવારી પત્ર લેવા આવે ત્યારે પણ કરવાનો રહેશે તથા ઉપર્યુક્ત કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે.સંબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીએ ઉમેદ વારી પત્ર લેવા આવનાર વ્યક્તિને આ હુકમની નકલ પુરી પાડવી…
આ જાહેરનામું તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાપાત્ર થશે…