મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આગામી 5 જૂને ખેડબ્રહ્મા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે
મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમના સુચારું આયોજન અંગે ઇન્ચાર્જ કલેક્ટરશ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આગામી 5 જૂન 2025 ના રોજ સવારે 9:00 કલાકે ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે એક પેડ મા કે નામ ૨.૦ ના શુભારંભ અન્વયે વન કવચમાં રોપાઓનું વાવેતર કાર્યક્રમ, ગ્રીન વોલ અરવલ્લી પ્રોજેક્ટ અંતર્ગત ભેંમરા (ખેડબ્રહ્મા હિલ) ખાતે રોપાઓનું વાવેતર કાર્યક્રમ તથા ઓપરેશન સિંદૂરના સ્મૃતિરૂપે સિંદૂરના 500 રોપાઓનું વાવેતરનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમના સુચારું આયોજન માટે ઇન્ચાર્જ કલેક્ટરશ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ અંગે કરવાની થતી કામગીરી અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી જવાબદારી પૂર્વક કરી કાર્યક્રમને સફર બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, ડીએફઓશ્રી ધવલ ગઢવી, ડીવાયએસપીશ્રી સ્મિત ગોહિલ,જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891