અમરેલી જિલ્લાના
રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં વિકાસ કામોની નવી શરૂઆત થઈ છે. ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે કુલ 20 કરોડના ખર્ચે ત્રણ મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
જાફરાબાદમાં નવી મામલતદાર કચેરીના નિર્માણ માટે 6 કરોડ ફાળવવામાં આવ્યા છે. વઢેરા કડિયાળી-દુધાળા માર્ગના વિકાસ માટે 6.30 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કાતરથી કોટડી માર્ગના વિકાસ માટે 8 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ અને નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ બાલા, કારોબારી ચેરમેન અનિરુદ્ધ વાળા અને તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપ વરૂ સહિત અન્ય અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ અમરેલી