>
Saturday, June 14, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ ગૃપ્ત પ્રયાગ ખાતે અભાણી બારોટ પરીવાર આયોજીત નવરંગ માંડવો 

ઉના તાલુકાના દેલવાડા ગામે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ ગૃપ્ત પ્રયાગ ખાતે અભાણી બારોટ પરીવાર આયોજીત નવરંગ માંડવો

દેલવાડા ગામે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ ગૃપ્ત પ્રયાગ ખાતે આગામી તારીખ 14/6/2025 ને ખોડિયાર માતાજી ના નવરંગ માંડવા નુ આયોજન ડૉ.વી.એ.અભાણી બારોટ દ્રારા કરવામાં આવ્યું છે આ પ્રસંગે સુપ્રસિદ્ધ કલાકાર શ્રી ધર્મેશ ભાઇ રાવળ હાજરી આપી ખોડિયાર માતાજી ની રાવળી શૈલી ની ગાયકી થકી ડમ્મર ડાક નો આલાપ ના છંદ તથા રોયણ ના રાગ આલાપ શે તથા આ શુભ પ્રસંગે થાભલી પુજન તથા ભુવા ના સામૈયા ની વિશિષ્ઠ શોભાયાત્રા રાખવા મા આવેલ છે તથા આવતા ભાવિકો માટે મહા પ્રસાદ ભોજન નુ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે પંચ સિધ્ધ ના આયામો મુજબ કમલ રોપણ નવદુર્ગા ઉપાસકો ના શુભ હસ્તે કરવામાં આવશે તથા આ ડમ્મર ડાક ના વધામણા કરવા વિવિધ દેવી દેવતા ઓના પંચ ભુવા ઓ ખાસ હાજરી આપસે

આ શુભ પ્રસંગે નામી અનામી પ્રતિષ્ઠિત લોકો ને આમંત્રિત કરવામાં આવ્યા છે આ તકે અભાણી બારોટ પરીવાર દ્વારા આ ખોડિયાર માતાજી ના નવરંગ માંડવા પ્રસંગે હાજર રહી મહા પ્રસાદ ભોજન લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ પ્રસંગ ને દિપાવવા દેલવાડા શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કાર્યકરો દ્વારા કમર કરવા મા આવી રહી છે બ્યુરો રિપોર્ટ… રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores