>
Saturday, June 14, 2025

ઉના તાલુકાના ગરાળ ગામે એક સાથે બે નવ યુવાનો આર્મી ની ટ્રેનીંગ પુર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સામૈયું કરાયું 

ઉના તાલુકાના ગરાળ ગામે એક સાથે બે નવ યુવાનો આર્મી ની ટ્રેનીંગ પુર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સામૈયું કરાયું

ઉના તાલુકાના ગરાળ ગામ ના ભાલિયા પરીવાર ના બે પુત્રો એકી સાથે આર્મી ની ટ્રેનીંગ પુર્ણ કરી વતન પરત ફર્યા હતા ત્યારે ગરાળ ગામ ના લોકો એ ભવ્યાતિભવ્ય રીતે સામૈયું કરી સ્વાગત કર્યું હતું જેમાં ડિજે ના તાલે ગામ ના યુવાનો ઝુમી ઉઠ્યા હતા ત્યારે નાની બાળાઓ દ્વારા કળશ ધારણ કરી ને સામૈયું મા સામેલ થયા હતા ગામ ના વિવિધ સમાજ ના ગોપી મંડળ ના બહેનો દ્વારા કરતાલ ને મંજીરા ના તાલે ધુન ભજન કિર્તન ની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે ગરાળ ગામ ના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી આર્મી જવાનો નુ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ બંને યુવાનો ને ધોડેશ્ર્વારી કરાવી ને ગામ માં પ્રવેશ આપવા આવ્યો હતો આ તકે ઉના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એભાભાઇ મકવાણા એ પણ ઉપસ્થિત રહી ગામ ના અન્ય યુવાનો ને આર્મી મા ભરતી થવા પ્રોત્સાહિત કર્યા હતા ગામ ના યુવાનો દ્વારા આ સામૈયા મા આવનાર લોકો માટે ઠંડા સરબત ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ તકે ગામ ના યુવા આગેવાન મનુભાઇ રામસીભાઇ સોલંકી સહિતના આગેવાનો એ ખાસ હાજરી આપી હતી તેમજ ગામ મા ઠેર ઠેર લોકો એ હારતોરા કરી આ બંને યુવાનો નુ સ્વાગત કર્યું હતું સંજયભાઇ ભાલિયા તથા ધર્મેશભાઇ ભાલિયા નુ ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું છે. બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores