>
Saturday, June 14, 2025

ઉના પંથકના દેલવાડા ગામે ગેર કાયદે મરઘી નુ થતુ વેચાણ 

ઉના પંથકના દેલવાડા ગામે ગેર કાયદે મરઘી નુ થતુ વેચાણ

રાજ્ય માં કોરોના એ માથુ ઉચક્યું છે સાથે સાથે વાતાવરણ પણ વિપરીત છે ત્યારે દેલવાડા ગામ ના તકિયા વિસ્તારમાં રહેતા કેટલાક ઇસમો દ્વારા લોકો ના આરોગ્ય ચાથે ચેડાં થય રહિયા છે આ સાઇ તકિયા મા રહેતા ઇસમો દ્વારા દેલવાડા ગામ મા તથા આજુબાજુના ખજુદરા ગામ મા તથા ખાણ ગામે અને શાહ ડેશર ગામ એ કોઈ પણ જાત ની પાસ પરમીટ કે લાઇસન્સ વગર ગેર કાયદેસર મરઘી કાપી ને વેચાણ કરી રહ્યા છે મરઘી કાપી વેચાણ કરવા માટે લગત વિભાગ ની પાસ પરમીટ મેળવવી ખુબ જ જરૂરી છે તેમજ ફ્રુડ વિભાગ ના નિયમો નુ પણ પાલપ કરવા નુ હોય છે ત્યારે આ દેલવાડા ગામ ના સાઇ તકિયા ના ઇસમો દ્વારા દેલવાડા ગામ મા મરઘી કાપી વેચાણ કરે છે અને મરઘી કાપતા જે વેસ્ટ કચરો નિકળે એનો યોગ્ય નિકાલ કરવા નો હોય છે તથા આના માટે સ્થાનિક પંચાયત ની પરમિટ મેળવવા ની હોય છે ત્યારે આ સાઇ તકિયા ના ઇસમો દ્વારા દેલવાડા ગામે ગેરકાયદે મરઘી કાપી વેચાણ કરે છે સાથે સાથે નિકળતા વેસ્ટ કચરા નો યોગ્ય નિકાલ કરવા ને બદલે નદી ના ખુલા પટ મા નાખતા હોવાથી આ મરઘી વેસ્ટ કટીંગ કચરા ને કારણે નદી ના પટ મા કુતરા ઓનો પણ ઉપદ્રવ વધી ગયો છે અને આ કુતરા ઓ મરઘી કટીંગ વેસ્ટ નજીક માં આવેલ શિવ મંદિરે તથા મોગલ મંદિર એ લાવતા હોય જેથી લોકો ની ધાર્મિક લાગણી દુભાય છે વળી આ દેલવાડા ગામ ના સાંઇ તકિયા ના ઇસમો દેલવાડા ગામ ની નજીક આવેલા શાહ ડેશર ગામ એ ગૃપ્ત પ્રયાગ રોડ ઉપર ગેરકાયદેસર કેબીન મુકી મરઘી કાપી વેચાણ કરે છે અને ગૃપ્ત પ્રયાગ પવિત્ર સ્થાન પૈકી નુ યાત્રાધામ હોય તો આ ગેરકાયદે પાસ પરમીટ વગર મરઘી કાપી વેચાણ કરી લોકો ના આરોગ્ય સાથે ખિલવાડ કરતા ઇસમો દ્વારા દેલવાડા ગામ ની નજીક ખાણ ગામે તથા ખજુદરા ગામ એ પણ ગેરકાયદે મરઘી કાપી વેચાણ કરે છે તથા આ મરઘી કટિંગ કરવા માટે યોગ્ય રીતે ખાળ કુવો વોશિગ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવ્યા વગર ગેર કાયદેસર રીતે મરઘી કાપી વેચાણ કરે છે તો સ્થાનિક કક્ષાએ કોઈ રજુઆત કરે તો આ માથાભારે ઇસમો દ્વારા ડરાવવા નો ધમકાવવા નો પ્રયાસ થાય છે આમ રાજય મા કોરોના એ માથુ ઉચક્યું છે ત્યારે આવા આરોગ્ય વિભાગ ના નિતી નિયમો નેવે મૂકી ને ચલાવાતા મુરઘી કટીંગ કેન્દ્ર તાકિદે બંધ કરાવવા જોઈએ એવી લોક માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores