>
Friday, June 20, 2025

આર્મીની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન(વાંસોજ) આવતા ચીરાગભાઈ કામળીયા નું મોટી સંખ્યામાં ગામ લોકોવે સ્વાગત કર્યું*

*આર્મીની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન(વાંસોજ) આવતા ચીરાગભાઈ કામળીયા નું મોટી સંખ્યામાં ગામ લોકોવે સ્વાગત કર્યુ

 

*ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તેમજ રાજુભાઈ ડાભી વાંસોજ ગામે હાજર રહ્યા*

 

ઉના તાલુકાના વાંસોજ ગામે યુવાનો દ્વારા આટલા વર્ષોમાં પ્રથમ વાર આર્મી ના સન્માનમાં રેલી નું આયોજન કરેલ હતું એહમતપુર માંડવી ચેકપોસ્ટ થી વાંસોજ ભૂતનાથ મહાદેવ મંદિરથી ગામના લીંબડીયા ચોરા તથા કામળિયા પરિવાર ના ચામુંડમાં ના મંદિર સુધી રેલી રાખેલ સાથે સ્ટેજ પ્રોગ્રામ અને જમવાનું આયોજન કરેલ જેમાં બીજલભાઈ સોલંકી(કોળી સમાજના માજી પટેલ) ના સહયોગ થી કોળી સમાજ પટેલ બાબુભાઈ ભીમાંભાઈ વંશ,સોલંકી રમેશભાઈ,પ્રવીણભાઈ મકવાણા ગોપાલભાઈ કામળીયા,જેવા અનેક યુવાનો ને પ્રોત્સાહન આપી પ્રથમ રેલી નું કાર્ય સફળ બનાવ્યું હતું જેમાં ગામના આગેવાનો અને સરપંચ તેમજ મુખ્ય મહેમાનોમાં માજી સૈનિક ગીર સોમનાથ પ્રમુખ શ્રી કેપ્ટન અશોક સાહેબ તેમજ માજી સૈનિક ઉના તાલુકા પ્રમુખ રાઠોડ નથુ બાપુ તથા માજી સૈનિક સોલંકી ધીરુભાઈ જીવાભાઇ જેઓ વાંસોજ ગામના જ વાતની છે અને ગામના બાળકોને આગળ લાવવા ખૂબ મોટું યોગદાન આપે છે જેવા આ તમામ મહા અનુભવી મહેમાનો વે હાજરી આપી વાંસોજ ગામ ના લોકોના દીલ જીત્યા અને સમર્પણ કાર્ય સફળ બનાવી વાંસોજ ગામના લોકોને (ગામડાની કહેવતમાં) કેહવાય તેમ એક શિલો(રસ્તો) પાડ્યો જેથી દેશ માટે યુવાનો ને જાગૃતિ આવે અને આવનારી પેઢી પણ આ રસ્તે ચાલે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores