ડીસા રૂરલ પોસ્ટે વિસ્તારમાં બનાસ નદીના પુલ પાસે સ્કોર્પિઓ ગાડીમાંથી માદક પદાર્થ પોષડોડા ૪૪૧.૫૧૦ કિ.ગ્રા કિ.રૂ.૧૩,૨૪,૫૩૦/- તથા એક દેશી હાથ બનાવટની પીસ્ટલ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ કુલ કિ.રૂ.૨૦,૫૫,૦૩૦/- નો કબજે કરી કાયદેસર કરતી એસ.ઓ.જી,બનાસકાંઠા.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ માદક પદાર્થની હેરાફેરી તથા વૈચાણ કરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય, શ્રી એચ.બી.ઘાંઘલ્યા, પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી પાલનપુર તથા શ્રી એ.જી.રબારી, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી શાખા, પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ,
એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો બકરી ઈદના તહેવાર નિમિતે ડીસા ભોયણ પાટીયા ડીસા મુકામે હાઈવે રોડ પર રહેલ બેરીકેટિંગ પાસે એસ.ઓ.જી લગત કામગીરી અર્થે વાહન ચેકિંગ કરી રહેલ હતા દરમ્યાન પાલનપુર તરફથી એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી પૂર ઝડપે આવતા જેને રોકાવા ઈશારો કરતાં સ્કોર્પિયો ગાડીના ચાલકે બેરીકેટિંગ બાયપાસ કરી પૂર ઝડપે ડીસા તરફ હંકારતા તેની પાછળ જતાં બનાસ નદીના પુલ પાસે આખોલ ચોકડી ડીસા ખાતે સ્કોર્પિયો ગાડી પલટી ખાધેલ હાલતમાં રોડ ઉપર પડેલ હોય તથા તેની બાજુમાં 1-10 નં.GJ-23-AF-4609 ની અકસ્માત થયેલ હાલતમાં પડેલ હોય સદરહુ સ્કોર્પિયો ગાડી નં.GJ-06-PM-2982 ની અંદર શંકાસ્પદ માદક પદાર્થ હોવાની શંકા જતા પો.ઈન્સ. શ્રી એ.જી.રબારી, એસ.ઓ.જી નાઓએ નાર્કોટીક્સ લગત કાર્યવાહી કરતા સદરહુ સ્કોર્પિયો ગાડી નં.GJ-06-PM-2982 માંથી માદક પદાર્થ પોષડોડા ૪૪૧ કિલો ૫૧૦ ગ્રામ કિ.રૂ. ૧૩,૨૪,૫૩૦/- ની તથા એક દેશી હાથ બનાવટની પીસ્ટલ કિ.રૂ.૨૫,૦૦0/- તથા જીવતા કારતુસ નંગ-૨ કિ.રૂ. ૫૦૦/- તથા અલગ અલગ ત્રણ વાહનોની ૬ નંબર પ્લેટો કિ.રૂ.00/00 તથા સ્કોર્પીયો ગાડીની અકસ્માત વખતે GJ-06-PM-2982 ની છુટી પડેલી નંબર પ્લેટ કિ.રૂ.00/00 તથા સ્કોર્પીયો ગાડી નંબર GJ-06-PM-2982 ની કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- તથા સદરહુ સ્કોર્પીયો ગાડી નંબર GJ-06-PM-2982 ની વીમા પોલીસી તથા આર.સી.બુકની નકલ કિ.રૂ.00/00 તથા ઓપો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ કિ.રૂ.૫૦૦૦/- નો મળી કૂલ મુદામાલ રૂ.૨૦,૫૫,૦૩૦/- નો કબજે કરી NDPS Act તથા Arms Act મુજબ કાયદેસર કાર્યવાહી કરી ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે. અહેવાલ=અલ્તાફમેમણપાલનપુર