>
Friday, June 20, 2025

તાપી જિલ્લા મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી પદ માટે અમીષાબેન મિસ્ત્રીની વરણી.

તાપી જિલ્લા મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી પદ માટે અમીષાબેન મિસ્ત્રીની વરણી.

 

(ફોટો – વંશ પટેલ તાપી)

તારીખ 4/06/2025 ના મહિલા પતંજલિ યોગ સમિતિની બેઠક વ્યારામાં યોજાઈ હતી મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી શ્રીમતી તનુજાબેન આર્ય અને પૂર્વ જિલ્લા પ્રભારી જ્યોતિબેન મહાલે ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા તથા તાલુકાની સમિતિઓની રચના કરવામાં આવી હતી.જેમાં સર્વ અનુમતિથી દરેકને પદો આપવામાં આવ્યા હતા. તાપી જિલ્લા પ્રભારી- અમીષાબેન મિસ્ત્રી. મહામંત્રી- ભાવનાબેન પંચોલી. સંગઠન મંત્રી- દીપિકાબેન શાહ. કોષાધ્યક્ષ- સીમાબેન પાટીલ. સંવાદ પ્રભારી-નિધીબેન બુંદેલા. યુવતી પ્રભારી- રાધિકાબેન સોશિયલ મીડિયા પ્રભારી-સુરેખાબેન ઠાકરે.તેમજ વ્યારા તાલુકા પ્રભારી-દીપિકાબેન ટેલર.મહામંત્રી-અશ્વિનીબેન પટેલ સંગઠન મંત્રી- યોગીતાબેન પંચોલી તથા કોષાધ્યક્ષ પ્રભારી-ભારતીબેન મહાલે ને ફરજો આપવામાં આવી હતી. આ પ્રસંગે પતંજલિ યોગ સમિતિ સાથે સંકળાયેલી અને દૈનિક નિશુલ્ક યોગ વર્ગ ચલાવતી બહેનોને હરિદ્વાર સ્થિત મુખ્યાલય દ્વારા જેકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગ દ્વારા લોકો સ્વસ્થ રહે સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે વિકાસ કરે તેમજ રાષ્ટ્રીય ભાવનાથી જોડાય એવા પ્રયત્નો કરવા માટે કટિબદ્ધ રહેવા રાજ્ય પ્રભારી તનુજાબેન આર્ય દ્વારા તમામ પદાધિકારીઓ ને જણાવ્યું હતું. અને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તમામ ગુરુ ભગિની બહેનોએભારત માતાકી જય ના નારા લગાવી ગુરુ કાર્ય યોગ કાર્યને આગળ ધપાવવા અને એવા અને દેશભક્તિની ભાવના સાથે જોડાયેલા રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores