>
Saturday, June 14, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ કુંડ તિર્થ ધામ ખાતે ઉદાસીન આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત શ્રી ઓમકાર દાસ બાપુ ની 45 મી નિર્માણ તિથી ઉત્સવ ઉજવવા મા આવેલ

નિર્માણ તિથી ઉત્સવ ઉજવાયો

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ કુંડ તિર્થ ધામ ખાતે ઉદાસીન આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત શ્રી ઓમકાર દાસ બાપુ ની 45 મી નિર્માણ તિથી ઉત્સવ ઉજવવા મા આવેલ સંત શ્રી ઓમકાર દાસ બાપુ તારીખ 28/6/1980 ના રોજ બ્રહ્મલીન થયા હતા આ નિમિત્તે સંત ભોજન બટુક ભોજન પ્રસાદ તથા સંતવાણી કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું સવારે 10 વાગ્યે ઉદાસીન પંથ ની પરંપરા અનુસાર બ્રહ્મલીન સંત શ્રી ઓમકાર દાસ બાપુ ની ચરણપાદુકા પુજંન તથા પ્રતિમા પુજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આ પ્રસંગે પધારેલા સંતો મહંતો નુ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા સેવક ગણ દ્રારા મહા પ્રસાદ ભોજન નુ આયોજન કરવામાં આવ્યું હતું આ મહા પ્રસાદ ભોજન દરમિયાન શ્યામ નગર તથા દેલવાડા તથા આજુબાજુના સેવક સમુદાય એ હાજરી આપી ભોજન પ્રસાદ ગ્રહણ કરેલુ હતુ આ તકે રતનેશ્ર્વર મહાદેવ મંદિર મહંત ભાસ્કર દાસ બાપુ તથા સિમર આશ્રમ ના સંતો તથા નગડિયા વૃદ્ધાશ્રમ ના વિવેકાનંદ બાપુ તથા કચ્છ સૌરાષ્ટ્ર ના નામી અનામી વરીષ્ઠ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને આશ્રમ ના સેવક સમુદાય પૈકી જીવાભાઇ બાંભણિયા પુનાભાઇ મિસ્ત્રી વી.ડી.સાહેબ બાલાભાઇ માવજીભાઇ પુનાભાઇ મેવાડા નારણભાઇ સોલંકી સહિતના સેવકો એ ભારે જહેમત ઉઠાવી હતી તથા આ તકે પ્રવિણભાઇ તથા સુરેશભાઇ પુનાભાઇ બાંભણિયા એ મહા પ્રસાદ ભોજન ની વ્યવસ્થા માટે સહયોગ આપ્યો હતો આ તકે દેલવાડા ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી વિજયભાઇ લાખાભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રાત્રીના સમયે સૌરાષ્ટ્ર ના નામી અનામી ભજનિકો નો ભવ્ય સંતવાણી કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો છે આ તકે જણાવવા નુ કે બ્રહ્મલીન સંત શ્રી ઓમકાર દાસ બાપુ ચમત્કારી.સંત હતા અને સાથે સાથે શ્યામ કુંડ તિર્થ ધામ નો ઉલ્લેખ સ્કંદપુરાણમાં પણ કરવામાં આવેલો છે આ જગ્યા પવિત્ર ભુમિ છે બ્યુરો રિપોર્ટ…… રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores