>
Sunday, July 20, 2025

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની બિલ્ડિંગ નો અભાવ સ્ટાફ ખંતપૂર્વક કામ કરે છે પણ બિલ્ડીંગ ક્યાં ?

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની બિલ્ડિંગ નો અભાવ સ્ટાફ ખંતપૂર્વક કામ કરે છે પણ બિલ્ડીંગ ક્યાં ?

ઉના તાલુકાના દેલવાડા ગામે તથા સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આમ ગિર સોમનાથ જિલ્લા ના બે તાલુકાના ઉના તથા સુત્રાપાડા આ બંને તાલુકાના મોટા ગામો જેમાં સુત્રાપાડા તાલુકાનાં ધામળેજ ગામે તથા ઉના તાલુકા ના દેલવાડા ગામે રાજય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના બિલ્ડીંગ મંજુર કરવામાં આવેલ હતા જે તારીખ ૧૫/૦૨/૨૦૨૪ ના રોજ મંજૂરી આપી દીધી હતી અને પી.આઇ.ઓ.ગાધીનગર એ વર્ક ઓર્ડર પણ આપી દિધો હતો જે પૈકી સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે સારા મા સારી સુવિધા સભર બિલ્ડીંગ બની પણ ગય છે એ ઘણી સરાહનીય કામગીરી છે પરંતુ ખાટલે મોટી ખોટ કહો કે જનતા ની કઠણાઇ ઉના તાલુકાના દેલવાડા ગામે પણ રાજ્ય સરકાર દ્વારા રુપિયા ૧૩૦૪૩૯૩૦/ કરોડ રૂપિયા ના ખર્ચે નવુ બિલ્ડીંગ મંજુર કરવા મા આવેલ જેનો પણ વર્ક ઓર્ડર આપવામાં આવેલ પરંતુ આજ દિન સુધી આ દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નુ બિલ્ડીંગ બનાવવા મા આવેલ નથી

દેલવાડા ગામે લોક મુખેથી સાંભળવા મળતી માહિતી મુજબ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નુ જે જગ્યાએ બિલ્ડીંગ મંજુર કરવામાં આવ્યું હતું એ જગ્યા એ થી પાણી ની પાઇપ લાઇન પસાર થતી હતી આ પાણી ની પાઇપ લાઇન દુર કરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક પંચાયત ના પદાધિકારી એ આ રજુઆત ના સાંભળતા હોય કે અન્ય કોઇ કારણ હોય એમ પાઇપલાઇન ને દુર પણ કરાવી કે ના બિલ્ડીંગ નુ કામ ચાલુ કરવા દિધુ અંતે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના બિલ્ડીંગ ની મંજુર થયેલ ગ્રાન્ટ પરત ફરતા સરકાર મા જમા થઈ છે

દેલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મધર કેન્દ્ર છે હાલ મા આ કેન્દ્ર મા એક આર્યુવેદિક ડૉક્ટર તથા એક એમ.બી.બી.એસ. ડૉક્ટર ની પોસ્ટ છે જેમાં એમ.બી.બી.એસ. ડૉક્ટર ની જગ્યા ખાલી છે પુરતો નર્સિંગ સ્ટાફ છે ફાર્માસ્ટીસ પણ છે સ્ટાફ ની દ્રષ્ટિ એ સંપુર્ણ સંતોષ છે કામગીરી કરવામાં પણ દેલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ અવ્વલ નંબરે છે પરંતુ બિલ્ડીંગ ના અભાવે હાલ આ કેન્દ્ર આયુ‍ષ્માન આરોગ્ય મંદિર -૨ મા કાર્યરત છે જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા જે સુવિધા ઉપલબ્ધ હોવી જોઇએ એમાની એક પણ સુવિધા હાલ મા નથી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા બે ડૉક્ટર ચેમ્બર લેબોરેટરી ફાર્મ રુમ લેબર રુમ દર્દીઓ ને દાખલ કરવા માટે સ્ત્રી પુરૂષનો અલગ અલગ વોર્ડ હોવો જોઈએ નર્સિંગ સ્ટેશન હોવુ જોઈએ મેલ ફિમેલ વોર્ડ ની વ્યવસ્થા હોવી જોઈએ સેનિટેશન ની સુવિધા હોવી જોઈએ એમ્બ્યુલન્સ સેવા હોવી જોઈએ દર્દીઓ ને બોટલ ચડાવવા માટે ની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ ડિલેવરી માટે પ્રતૃતા માતા માટે ની જે સરકાર દ્વારા નક્કી કરાયેલા સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ આવી સુવિધા ઉપલબ્ધ ન હોવા છતાં પણ હાલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયુષ્માન આરોગ્ય મંદિર -૨ મા કાર્યરત છે

આજરોજ ઉના તાલુકા ના દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત દરમિયાન ડૉ.કૃપાલી બહેન દેસાઇ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે કે પોતાનો સ્ટાફ ખુબ મહેનતુ અને ખંત થી કામ કરે છે પરંતુ આરોગ્ય કેન્દ્ર નુ બિલ્ડીંગ ના અભાવે પહેલા ૧૫/૨૦ ડિલિવરી ફ્રી માં થતી હતી એ હવે માત્ર ૧/૨ જ ડિલિવરી થાથ છે તથા મેલ ફિમેલ વોર્ડ ના અભાવે દર્દીઓ ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ક્યારેક અમારે પણ એનો ભોગ બનવું પડે છે સરકાર ની ગાઇડ લાઇન મુજબ દવા નો પુરતો જથ્થો પણ આપવામાં આવે છે પરંતુ એને રાખવા માટે કોઈ પણ સગવડ નથી એવી જ રીતે એમ્બ્યુલન્સ છે એ પણ ખખડધજ હાલતમાં છે

આમ દેલવાડા ગામે મધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે સારા મા સારો સ્ટાફ છે હડકવા તથા સર્પ દંશ ની રસી ઇંજેક્શન ની સુવિધા પણ ઉપલબ્ધ છે સરકાર ની ગાઇડ લાઇન મુજબ સગર્ભા સ્ત્રીઓ માટે કિશોરી બહેનો માટે પ્રતૃતા માતા ઓ માટે આશીર્વાદરૂપ સ્ટાફ છે પરંતુ સ્થાનિક પંચાયત ના પદાધિકારી ઓ ની આડોડાઇ ને કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નુ બિલ્ડીંગ બની ના શકયુ અને ગામ એક સુવિધા જનક બિલ્ડીંગ થી વંચિત રહી ગયુ છે ત્યારે દેલવાડા ગામની જનતા મા એકજ સુર ઉઠ્યો છે કે સરકાર દ્વારા દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નુ નવુ બિલ્ડીંગ બનાવવા મા આવે.પરત થયેલ ગ્રાન્ટ રુપિયા ૧૩૦૪૩૯૩૦/રુપિયા ફાળવણી કરી નવુ બિલ્ડીંગ બનાવવા મા આવે બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores