ઉના તાલુકાના કાળાપાણ ગામે નાળા ના કામ માં ડાઇવરઝન નો કાઢતા લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે
આતો બેદરકારી કહેવાય
ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના કાળાપાણ ગામે ખાણ રાજપૂત રાજપરા કાળાપાણ ગામ ને જોડતા રસ્તા નુ કામ હાલ જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહીયુ છે જે કામ સ્પાઇરલ કંપની દ્વારા હાલ ચાલુ છે આ રસ્તા ઉપર આવતા નાળા પુલીયા બનાવતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગ રુપે ડાઇવરઝન કાઢવા જોઈએ એટલે વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં પરંતુ ખાણ કાળાપાણ રોડ ઉપર રાજપૂત રાજપરા ના સ્મસાન પાસે નાળા નુ કામ ચાલુ કર્યું છે છતાં કોઈ પણ પ્રકારની વૈકલ્પિક રસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી નથી અને આ નવા બનતા નાળા પર થી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ખૂચી જતા કાળાપાણ ગામે થી ઉના તરફ આવતો રસ્તો બંધ થઈ ગયો હતો
હજી તો નાળા નુ કામ ચાલુ છે ત્યાં જ ટ્રક ખુંપી જતા હોય તો શું નાળા મા યોગ્ય રીતે ભરતી ભરવા મા કચાશ રાખી હસે કે શું એ પણ એક સવાલ છે ત્યારે આવા નાળા પુલીયા ના કામ ચાલુ કરતાં પહેલાં વાહનો ની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એવો નિયમ હોય છે તો આટલી બેદરકારી કેમ જનતા ને રસ્તા પર થી પસાર થતા મુશ્કેલી નો સામનો કરવો પડે છે એથી જનતા ઇચ્છે છે કે તાત્કાલિક અસરથી ડાઇવરઝન ની વ્યવસ્થા કરી મુશ્કેલી નો અંત આવે
બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના