ઉના તાલુકાના દાંડી ગામે સિંહ એ વાછરડી નો કર્યો શિકાર
ઉના તાલુકાના દાંડી ગામે સિંહ એ વાછરડી નો શિકાર કરતા લોકો મા ભય પેદા થયો છે વાત જાણે એમ છે કે દરિયા કિનારા થી 4 કિલોમીટર દૂર દાંડી ગામ આ આવેલુ છે આ ગામ ના રોડ ઉપર એસ.બી. આઇ બેન્ક નુ ગ્રાહક સેવા કેન્દ્ર છે આજ રોજ રાત્રિ દરમિયાન નજીક ની બાવળ ની કાયટ માંથી રોડ ઉપર આવી વાછરડી નો શિકાર કરતા ગ્રાહક સેવા કેન્દ્ર ના સી.સી.ટીવી.કેમેરા મા કેદ થયા હતા ગિર ના સિંહ હવે દરિયા કિનારે પણ વસવાટ કરતા થયા છે દરિયા કિનારે આવેલા ગાડા બાવળ ના જંગલો તથા આસાનીથી મળી રહેતા શિકાર ને કારણે આ વિસ્તારમાં સિંહો વસવાટ કરી રહ્યા છે આમ આ વિસ્તારમાં વસતા લોકો મોટાભાગે માછીમાર વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ ખેતી સાથે સંકળાયેલા લોકો પશુપાલન પણ કરતા હોય જેથી જંગલ ખાતા દ્વારા પેટ્રોલિંગ વધારવા મા આવે એવી માગણી ઉઠી છે જેથી કરીને સિંહો દ્રારા માનવ નુકસાન ના થાય. બ્યુરો રિપોર્ટ…… રમેશભાઇ વંશ ઉના