સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લાકક્ષા નો રાખી મેળો ખુલ્લો મુકાયો
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે મહિલા અગ્રણીશ્રી કૌશલ્યા કુંવરબા અને નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાયના વરદ હસ્તે જિલ્લા કક્ષાના રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને વિવિધ તાલીમો થકી કૌશલ્ય વર્ધન કરી તેમનું આજીવિકાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. આ જૂથોને યોગ્ય બજાર મળી રહે તે માટે સમયાંતરે વિવિધ સરસ મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે નગરપાલિકા હિંમતનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે તા.30/7/25 થી તા.8/8/2025 સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ સખી મંડળો દ્વારા પોતે સ્વ ઉત્પાદિત કરેલ રાખડીઓના વેચાણ અર્થે કુલ 23 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી ગઢવી,પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી યતીનાબેન મોદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 146182
Views Today : 