ઉના તાલુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ને તાલુકા પંચાયત સદસ્ય શ્રી દેવશીભાઇ મકવાણા ની રજૂઆત રંગ લાવી
ગત તારીખ 16/11/2025 ના રોજ દેલવાડા ખાતે દેલવાડા જીલ્લા પંચાયત સિટ ના ભાજપ ના સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોને ની વચ્ચે ઉપસ્થિત ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ને દેલવાડા તાલુકા પંચાયત સદસ્ય શ્રી દેવશીભાઇ મકવાણા તથા પંચાયત સદસ્ય શ્રી રામુભાઇ દમણીયા એ રજુઆત કરી હતી કે દેલવાડા પંચાયત પાસે હાલ મા કચરો કલેક્શન કરવા માટે જે ટ્રેક્ટર છે એ હાલ ખુબ જર્જરીત છે તો ઐક ટ્રેક્ટર ફાળવવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ આ રજુઆત ને ધ્યાન એ લય તાત્કાલિક લગત અધિકારી શ્રી ઓ ને સુચના આપી હતી અને માત્ર એકજ દિવસમાં દેલવાડા ગામ ની વસ્તી ને વિસ્તાર ને ધ્યાન માં રાખી એક ને બદલે બે ટ્રેક્ટર ની ફાળવણી કરી હતી જેનુ લોકાર્પણ ઇન્ચાર્જ સરપંચ હાજી શબ્બીરશા બાનવા ની હાજરી માં તાલુકા પંચાયત સદસ્ય શ્રી દેવશીભાઇ મકવાણા તથા પંચાયત સદસ્ય શ્રી રામુભાઇ દમણીયા એ કરેલુ સાથે સાથે દેલવાડા ગામ પંચાયત ના વિ સી તથા પંચાયત કર્મચારી ઓ એ ટ્રેક્ટર ચલાવી ને આ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ની કામગીરી ને બિરદાવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ દ્રારા જે કોઈ પણ સરપંચ દ્રારા કોઈ પણ વિકાસ કામો માટે રજૂઆત કરવામાં આવે છે તો એનો અમલ તાત્કાલિક ધોરણે થાય છે પરંતુ દેલવાડા ગામ ના સરપંચ દ્રારા કોઈ પણ વિકાસ કામો માટે રજૂઆત કરવામાં આવી નથી છતાં તાલુકા પંચાયત સદસ્ય શ્રી દેવશીભાઇ મકવાણા તથા પંચાયત સદસ્ય શ્રી રામુભાઇ દમણીયા ની રુબરુ રજુઆત ને ખાસ ધ્યાન એ લય ને ટ્રેક્ટર ની ફાળવણી કરવામાં આવી છે જ્યારે દેલવાડા ગામ ના સ્થાનિક અમુક પુર્વ પદાધિકારી માત્ર ગ્રામજનો ને ગુમરાહ કરવા ના પ્રયત્નો કરે છે
બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના


