*વિકાસ અને વિરાસતની ભૂમિ “ઉના-ગીરગઢડા” નવી ઓળખ સાથે આગળ વધશે.*
*ઉના-ગીરગઢડા તાલુકાના વિકાસનો “પર્યાય” એટલે “કાળુભાઈ રાઠોડ”*
આજરોજ ઉના તાલુકાના *”દુધાળા”* ગામે તથા *”સંજવાપુર”* ગામે સરકારશ્રીની *”સુવિધાપથ”* યોજના હેઠળ *રૂ. ૨ કરોડ ૨૦ લાખના ખર્ચે* તૈયાર થનાર *દુધાળા-માણેકપુર-સીમર* તથા રૂ. ૭૫ લાખના ખર્ચે તૈયાર થનાર *સંજવાપુર એપ્રોચ રોડના* કામનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક *ઉનાના “તેજસ્વી” ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
*અમારો એક જ નિરંતન લક્ષ્ય ઉના તથા ગીરગઢડા તાલુકાનો “વિકાસ”: કાળુભાઈ રાઠોડ*આ ખાતમુહૂર્ત સમારોહ ને સંબોધન કરતા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ ચુંટણી પંચ દ્રારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ની ખાસ માહિતી આપી હતી સાથે સાથે આ દુધાળા ગામના લોકો ને વિકાસ માટે ના કોઈ પણ કામ હોય સામાજિક સેવા માટે નુ કામ હોય કે પછી કોઈ દવાખાના માટે ના કામકાજ હોય અડધી રાતે એક ફોન કરજો હું જનતા ની સેવા માટે તૈયાર છું. સાથે સાથે સિમર દુધાળા માણેકપુર રોડ જે એજન્સી દ્વારા બનાવવામાં આવસે એ એજન્સી ને પણ ટકોર કરી હતી કે મજબૂત અને ટકાઉ બનાવજો પ્લાન એસ્ટિમેન મુજબ માલ મલ્ટીરીયવ વાપરજો જેથી કરીને આ રોડ મુજબ બને
આ ખાતમુહૂર્ત કાર્યક્રમ સમારોહમાં જીલ્લા પંચાયતના સદસ્યશ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય, ઉના તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ બાંભણીયા, ઉના તાલુકા પંચાયતના સદસ્યશ્રી રામભાઈ ચૌહાણ, પ્રતિનિધિશ્રી ભરતભાઈ રાઠોડ, સરપંચશ્રીઓ, સંગઠનના હોદેદારો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના


