>
Friday, April 10, 2026

વડાલીના ધામડી પાટિયે કુવામાંથી કાળા રંગના પાણીના સેમ્પલ લેવાયા

વડાલીના ધામડી પાટિયે કુવામાંથી કાળા રંગના પાણીના સેમ્પલ લેવાયા

 

GPCB દ્વારા તપાસ શરૂ…

 

વડાલીના ધામડી પાટિયા ખેડૂતના કૂવામાં કાળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી જોવા મળતાં સમાચાર પ્રસિદ્ધ થતાં GPCB દ્વારા તપાસ શરૂ કરી સેમ્પલ લઇ લેબમાં મોકલાયા છે.

ધામડી પાટિયા નજીક રહેતા ખેડૂત પટેલ ભીખાભાઈ પ્રભુભાઈના ખેતરમાં આવેલા કૂવામાં અચાનક કાળા રંગનું અને ભારે દુર્ગંધયુક્ત પાણી આવવા લાગ્યાના સમાચાર એક ભારત ન્યુઝ ચેનલમાં પ્રસિદ્ધ થતાં GPCBની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખેડૂતના કૂવામાંથી પાણીના નમૂનાઓ એકત્રિત કર્યા હતા.

સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક એકમોની બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન ખેતીલાયક જમીન અને પીવાના પાણી માટે જોખમરૂપ બની રહ્યું છે. જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય, તો તેની સીધી અસર ખેતી અને પશુપાલન પર પડી શકે છે.

આ અંગે GPCBના અધિકારી મનાલીબેને જણાવ્યું હતું કે,ધામડી પાટિયા નજીક આવેલા ખેતરના કૂવામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી 10 દિવસમાં રિપોર્ટ પ્રાપ્ત થશે. ત્યારબાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

 

 

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores