>
Sunday, June 21, 2026

ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામમાંથી બોગસ ડિગ્રી વગરનો આયુર્વેદિક ડોક્ટર ઝડપાયો

ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામમાંથી બોગસ ડિગ્રી વગરનો આયુર્વેદિક ડોક્ટર ઝડપાયો

 

ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામમાંથી મેડિકલ ઓફિસરની રહેમ નજર હેઠળ ચાલતું દવાખાનું ઝડપાયું

 

ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે કોઈપણ આયુર્વેદિક ડિગ્રી ન ધારવતા હોવા છતાં સારવાર કરતાં ઈસમની માહિતી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ગાંધીનગરને મળતા તેમણે ખેડબ્રહ્મા ટી.એચ.ઑને જાણ કરતાં ટીમ ધ્વારા તાપસ કરવામાં આવતા બોગસ ડોક્ટર ઝડપાઇ ગયો હતો

મહીસાગર જિલ્લાના કેળાંમૂળ ગામના ભરતભાઈ સુફરાભાઈ બારિયા આગિયા મુકામે રહી આયુર્વેદિક દવાઓથી દર્દીઓની સારવાર કરતો હતો. જે અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ગાંધીનગરને માહિતી મળી હતી તેઓએ ખેડબ્રહ્મા તાલુકા હેલ્થ ઓફિસર ડો. કે.એમ. ડાભીને સૂચના આપવામાં આવી હતી કે આગિયામાં આવેલા રામદેવ આયુર્વેદિક સેન્ટરમાં ડિગ્રી વગર આયુર્વેદિક દવાઓથી નિદાન અને સારવાર કરવામાં આવે છે. તેના આધારે ખેડબ્રહ્મા ટી.એચ.ઑ.એ સેંબલિયા મેડિકલ ઓફિસર ડો. મહેશ બી. સોલંકી તથા ડો.મકરાણી મોહમદશાહીદ આરીફમોહમદ અને બિપિનકુમાર મૂળજીભાઈ બારડની ટીમ બનાવી આગિયા ખાતે રામદેવ આયુર્વેદિક સેન્ટરની તપાસ કરી હતી અને કાઉન્ટર પર ભરતભાઈ સુફરાભાઈ બારિયા બેઠેલ હતા અને તેને સ્વીકારેલ કે તેની પાસે આયુર્વેદિક કે અન્ય કોઈ ડિગ્રી નથી અને તે છેલ્લા આઠેક મહિનાથી અનુભવના આધારે દર્દીઓની આયુર્વેદિક દવાથી નિદાન અને સારવાર અને દવા વિતરણ કરતો હતો. અને તપાસ દરમિયાન આયુર્વેદિક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો જે કબજે કરી રામદેવ આયુર્વેદિક સેન્ટરને લોક કરીન મારવામાં આવ્યું હતું અને ડ વગર મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ ભરતભાઈ સુફરાભાઈ બારિયા વિરુદ્ધ ફરિયાદ નોધિ તપાસ હાથ ધરી હતી

 

બ્યુરો રિપોર્ટ ..વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores