આજરોજ *ઉના નગરપાલિકા ભવન* ખાતે *ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ના માર્ગદર્શન હેઠળ તેમજ ઉના ગીરગઢડા તાલુકાના *”મેઘવાળ”* સમાજના પ્રમુખશ્રી *જશાભાઈ વિંઝુડા* ના અધ્યક્ષ સ્થાને ઉના ગીરગઢડા તાલુકાના *”મેઘવાળ” સમાજના* આગેવાનો, વડીલો અને યુવાનોની એક અગત્યની મિટિંગ યોજાઈ હતી
. *આ બેઠકમાં “મેઘવાળ” સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.* *મેઘવાળ સમાજના પ્રમુખશ્રી જશાભાઈ વિંઝુડા* દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, સમસ્ત ઉના ગીરગઢડા તાલુકાના મેઘવાળ સમાજના આગેવાનો,
વડીલો અને યુવાનો *ઉનાના ઉત્સાહી ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ની સાથે છે.* તેમજ આવનારા દિવસોમાં પણ સમસ્ત *”મેઘવાળ” સમાજ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ની સાથે ખંભે થી ખંભો મિલાવી ને કામ કરશે.* આ મિટિંગમાં *”મેઘવાળ સમાજના”* આગેવાનો એ *ધારાસભ્યશ્રી* ની સાથે
ઉના-ગીરગઢડા તાલુકાના ગામડાઓમાં *”મેઘવાળ”* સમાજના વિસ્તારોમાં બાકી રહી ગયેલા કામો બાબતે ચર્ચા કરી હતી. *ઉનાના એક્ટિવ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* એ પણ *”મેઘવાળ”* સમાજના બાકી રહી ગયેલા નાના-મોટા કામોની યાદી કરી હતી. અને આ બાકી રહી ગયેલા કામો વહેલી તકે અને *સંપૂર્ણ પણે કરવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી.* આ મિટિંગમાં ધારાસભ્યશ્રીના પુત્રશ્રી વિજયભાઈ રાઠોડ, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના
મહામંત્રીશ્રી વિનોદભાઈ બાંભણીયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ બાંભણીયા, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધર્મેશભાઈ રાખોલીયા તેમજ મેઘવાળ સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉના ગીરગઢડા તાલુકાના *”મેઘવાળ” સમાજના* આગેવાનો, વડીલો અને યુવાનોની એક અગત્યની મિટિંગ યોજાઈ હતી.
અન્ય સમાચાર







Total Users : 145737
Views Today : 