*ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) એ ઉના થી ઓખા રૂટની નવી બસને લીલીઝંડી આપી.*
ઉના શહેર તાલુકા તેમજ ગીરગઢડા તાલુકાના લોકો માટે *સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ના પ્રયત્નોથી આજરોજ ઉના એસ.ટી.બસ સ્ટેન્ડ મુકામે *”ઉના થી ઓખા”* રૂટની નવી બસનું *ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) ના હસ્તે લીલીઝંડી આપી રીબીન કાપી અને શુભારંભ* કરવામાં આવ્યું
હતું. આ બસ શરૂ થવાથી ખાસ કરીને *ઉના તાલુકાના માછીમાર ભાઈઓને ખુબ જ ફાયદાકારક રહેશે.આ ઉના ઓખા રુટ ની શરૂઆત થતાં ઉના તાલુકાના સૈયદ રાજપરા નવાબંદર નાલિયા માંડવી સિમર ખજુદરા દાંડી ખડા સેજળિયા વગેરે કંઠાળ પંથક ના ગ્રામ વિકાસ ના માછીમાર સમાજ માં ખુશી ની લહેર જોવા મળી રહી છે સાથે સાથે અનેક બંદરો ને પણ સારી સુવિધા ઉપલબ્ધ થય છે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ને માછીમાર વ્યવસાય સાથે જોડાયેલા લોકો એ અભિનંદન ની વર્ષા કરી છે 
આ તકે ઉના એસ.ટી.ડેપો મેનેજરશ્રી મકવાણા સાહેબ, ઉના નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, કારોબારી સમિતિના ચેરમેનશ્રી ધીરુભાઈ છગ, શહેર ભાજપ પ્રમુખશ્રી મનીષભાઈ કારીયા, ઉના શહેર પૂર્વ ભાજપ પ્રમુખશ્રી મિતેશભાઈ શાહ, શહેર ભાજપ મહામંત્રીશ્રી કાંતિભાઈ છગ, કિરીટભાઈ વાજા, નગરપાલિકાના સદસ્યશ્રી વિજયભાઈ રાઠોડ,
ચંદ્રેશભાઈ જોશી, પ્રતિનિધિશ્રી કાનાભાઈ બાંભણીયા, હરેશભાઈ વેકરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.







Total Users : 151829
Views Today : 