>
Wednesday, March 4, 2026

અંબાજી ખાતે મંત્રીશ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા ના અધ્યક્ષ સ્થાને શાસ્ત્રીય સ્પર્ધા યોજાશે 

અંબાજી ખાતે મંત્રીશ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા ના અધ્યક્ષ સ્થાને શાસ્ત્રીય સ્પર્ધા યોજાશે

 

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય,અંબાજી ખાતે આગામી ૧૪/૧૨/૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી ડૉ. પ્રધુમનભાઈ વાઝાના અધ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાતની સંસ્કૃત પાઠશાળાઓના વિદ્યાર્થીઓ,અધ્યાપકો દ્વારા રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા યોજવામાં આવશે.

 

આ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાના શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રીમતિ રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહેશે.

નિયામકશ્રી શાળાઓની કચેરી શ્રી પ્રજેશકુમાર રાણા, બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને અધ્યક્ષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ , અંબાજી શ્રી મિહિર પટેલ, સંયુક્ત શિક્ષણ નિયામક શ્રીમતિ સોનલબા પઢેરીયા, નાયબ નિયામકશ્રી કે.એફ. વસાવા, નિરીક્ષકશ્રી વસંતરાય તેરૈયા તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયનું સંચાલન કરવામાં આવે છે.અંબાજી ખાતે આ પ્રકારની રાજ્યસ્તરીય સ્પર્ધાનું આયોજન એક વિશેષ આયોજન તરીકે પ્રસ્થાપિત થશે. અદ્યતન સુવિધાઓયુક્ત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે તમામ ઋષિકુમારોને વિનામૂલ્યે ભોજન, આવાસ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ધર્મ અને સંસ્કૃતિનું વૈદિક શિક્ષણ પ્રાપ્ત કરતા સમગ્ર રાજ્યના ૭૦૦ થી વધારે ઋષિકુમારો જ્યોતિષ, વ્યાકરણ, આયુર્વેદ, સાહિત્ય, ભગવદ્ ગીતા પાઠ, ભારતીય ગણિત, ઉપનિષદ, વેદ વગેરે વિષયોની રાજ્યસ્તરીય સ્પર્ધામાં ભાગ લેશે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે રાજ્યસ્તરીય સ્પર્ધાનું યજમાન પદે આયોજન કરવામાં આવનાર છે. અંબાજી ખાતે સમગ્ર ગુજરાતના ઋષિકુમાર અને અધ્યાપકો તા.૧૪/૧૨/૨૦૨૫ થી ૧૭/૧૨/૨૦૨૫ સુધી આ રાજ્ય સ્તરીય સ્પર્ધામાં ભાગ લેશે તેમ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીએ જણાવ્યું.

 

પત્રકાર… વિશાલ ચૌહાણ બનાસકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores