>
Wednesday, December 17, 2025

ભારતીય બનાવટના વિદેશી બીયર ટીન નંગ 960 જેની કિંમત 2 લાખ 11 હજાર તથા સુઝુકી કંપનીની સેલેરિયો જેની કિંમત ₹4,00,000 મળી કુલ 6,13,000 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશનનો કેસ ગાંભોઈ પોલીસે કર્યો

ભારતીય બનાવટના વિદેશી બીયર ટીન નંગ 960 જેની કિંમત 2 લાખ 11 હજાર તથા સુઝુકી કંપનીની સેલેરિયો જેની કિંમત ₹4,00,000 મળી કુલ 6,13,000 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશનનો કેસ ગાંભોઈ પોલીસે કર્યો

 

મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ IPS ગાંધીનગર વિભાગ, તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠા. હિંમતનગર નાઓએ પ્રોહી પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા પ્રોહી ના કેસો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આધારે શ્રી એ.કે પટેલ સા.વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ, હિંમતનગર નાઓની સુચના અને માર્ગદર્શન એસ.જે.ગોસ્વામી પોલીસ ઇન્સ્પેકટર ગાંભોઇ પોલીસ સ્ટેશન નાઓએ ગાંભોઇ પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓને પ્રોહીના કેસો શોધી કાઢવા સુચના આપેલ તે અનુસંધાને પો.સ્ટે. વિસ્તારમાં માથાસુલીયા ગામે બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક સફેદ કલરની સેલેરીયો ગાડી શામળાજી તરફથી આવતા જે પોલીસનુ વાહન ચેકીંગ જોઈ એકદમ પાછી વાળી દેતાં તેના ઉપર શંકા જતાં તાત્કાલીક સરકારી વાહનમાં બેસી સદર ગાડીનો પીછો કરી ગાડીના ચાલક રાજેન્દ્રસિંગ સ/ઓફ પ્રેમસિંગ ભીમસિંગ જાતે ચૌહાણ ઉ.વ. ૨૨ રહે. પીપરોલી પોસ્ટ નુવડા તા.માવલી જી. ઉદયપુર (રાજસ્થાન) નાઓએ ખોટી નંબર પ્લેટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ગે.કા રીતે સેલેરીઓ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયર ટીન નંગ -૯૬૦ જેની કી.રૂ.૨,૧૧,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ ની કિ.રૂ.૨૦૦૦/- તથા સેલેરીઓ ગાડી ની કિ.રૂા.૪,૦૦,૦૦૦/-ની મળી કુલ કિ.રૂા.૬,૧૩,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ જે બાબતે ગાંભોઈ પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નંબર-૧૧૨૦૯૦૧૪૨૫૦૭૩૫/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ.૬૫ એ.ઈ,૮૧,૮૩ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨),૩૪૦(૨) મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

 

પકડાયેલ આરોપી;-

 

( ૧) રાજેન્દ્રસિંગ સ/ઓફ પ્રેમસિંગ ભીમસિંગ ચૌહાણ ઉ.વ.૨૨ રહે.પીપરોલી પોસ્ટ નુવડા તા.માવલી જી.ઉદયપુર (રાજ)

 

પકડવાના બાકી આરોપી

 

( ૨) વોન્ટેડ અજીત મીણા રહે.વિછીવાડા તા.વિછીંવાડા જી.ઉદેપુર

 

(૩) વોન્ટેડ પ્રભુદાસ મીણા રહે.વિĩવાડા તા.વિછીંવાડા જી.ઉદેપુર

 

(૪) વોન્ટેડ નડીયાદ ખાતે મુદ્દામાલ લેવા આવનાર ઇસમ નામઠામ જણાયેલ નથી

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores