ગાંભોઇ પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠા. હિંમતનગર નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ કડક સુચના આપેલ હોય જે આધારે શ્રી એ.કે પટેલ સા.વિભાગીય પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ, હિંમતનગર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.ગોસ્વામી નાઓએ પોતાના અંગત બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી નાસતા ફરતા આરોપી શોધી કાઢવા સઘન પ્રયત્નશીલ રહેલ અને તે દરમ્યાન અ.હે.કો યોગેન્દ્રસિંહ રણસિંહ બ.નં.૪૮૦ નાઓને ચોક્કસ ગાંભોઈ પોલીસ સ્ટેશનના અને આધારભુત બાતમી હકીકત મળેલ સી.પાર્ટ.ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૪૨૫૦૩૯૩/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫ (એ-ઈ),૮૧, મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી રણજીત ઉર્ફે ગોલી સ/ઓ અમરતભાઈ જીવાભાઈ જાતે.ગામેતી ઉ.વ.૨૬ રહે.ખિલોડા તા.ભિલોડા જી.અરવલ્લી વાળો ગાંભોઇ ત્રણ રસ્તા ખાતે ઉભો છે
જેને શરીરે કાળા કલરનુ જાકીટ અને સફેદ કલરનુ કાર્ગો પેન્ટ પહેરેલ છે જે હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો ગાંભોઈ ત્રણ રસ્તા ખાતે જતાં ઉપરોકત બાતમી હકીકતવાળો ઇસમ ઉભો હોય સદરી ઇસમની પુછપરછ કરતાં નાસતો ફરતો આરોપી રણજીત ઉર્ફે ગોલી સ/ઓ અમરતભાઈ જીવાભાઈ જાતે.ગામેતી ઉ.વ.૨૬ રહે.ખિલોડા તા.ભિલોડા જી.અરવલ્લી વાળો હોય જેને આજરોજ તા.૨૮/૧૨/૨૦૨૫ ના કલાક.૧૮/૦૦ વાગ્યે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
બ્યુરો રિપોર્ટ… એક ભારત ન્યુઝ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 158171
Views Today : 