દિયોલી હાઈના શિક્ષકનો “ગોખણપટ્ટી મુક્ત શિક્ષણ” ધરાવતો નવતર પ્રયોગ એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલમાં રજૂ થયો.
સંદીપ પટેલ”કસક”નો ધોરણ ૧૦ ના વિજ્ઞાન વિષયને રસપ્રદ બનાવવાનો પ્રયાસ.
શિક્ષણ ક્ષેત્રે ઘણા બદલાવ થઈ રહ્યા છે. આપણો દેશ અગ્રેસર સહી સતત શિક્ષણમાં નવીનીકરણ તરફ આગળ વધી રહ્યો છે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં વિદ્યાર્થી કેન્દ્રી શિક્ષણ વ્યવસ્થા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. દેશ મેકોલો શિક્ષણ પ્રણાલીમાંથી ભારતીય સંસ્કૃતિ શિક્ષણ પ્રણાલી તરફ આગળ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ, સંસ્કાર ને નવીન ટેકનોલોજી આધારિત શિક્ષણનો વ્યાપ વધે તેની પાછળ સરકાર કામ કરી રહી છે. ગોખણપટ્ટી આધારિત શિક્ષણ પ્રણાલીમાંથી બહાર નીકળી વિદ્યાર્થીઓને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ તરફ વાળવા રમકડાં આધારિત શિક્ષણ, નૈતિક મૂલ્યો આધારિત શિક્ષણ, ગમ્મત સાથે અઘરા લાગતા વિષયો અને મુદ્દાઓનું સરળીકરણ કરવાનું શિક્ષણ, બાળકના સ્તર સુધી પહોંચી કલા આધારિત શિક્ષણ તથા નવીનત્તમ ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બન્યું . શિક્ષણમાં આ બધા મુદ્દાઓ પર છેલ્લા ૧૧ વર્ષથી કામ થઈ રહ્યું છે. એમાં પણ નવીનતા આવી રહી છે. જેને શિક્ષણમાં ઈનોવેશનના નામથી ઓળખીએ છીએ.

તારીખ ૨૯ – ૩૦જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જી.સી. ઈ.આર. ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઈડર દ્વારા ઈનોવેશન ફેરનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમારંભ અધ્યક્ષ પૂર્વ નિયામક શ્રી (જીસીઈઆરટી) અને હાલ ઉપ કુલપતિ (ચિલ્ડ્રન યુનિવર્સિટી) ડૉ. ટી. એસ. જોશી સાહેબ, સાબરકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી હર્ષદ વોરા સાહેબ, ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા, સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મિતાબેન ગઢવી, સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય સાહેબ, ઈડર આર્ટસ કોલેજના ટ્રસ્ટના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ડાયટ પ્રાચાર્ય મદનસિંહજી, ડાયટ સીનીયર લેક્ચરર ડૉ. નિષાદ ઓઝા સાહેબ તેમજ ડાયટ ઇનોવેશન ફેરની કોર ટીમ તેમજ સ્ટાફ અધિકારીઓ, સાબરકાંઠા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી વિનયભાઈ પટેલ સાહેબ અને મંત્રીશ્રી સુરેશભાઈ પટેલ સાહેબ, દરામલી પીટીસી કોલેજના અધ્યાપક ડૉ . મહેશભાઈ ચૌધરી સાહેબ, કેળવણી નિરીક્ષક ડૉ .નરેન્દ્રભાઈ પટેલ સાહેબ, તલોદ બીઆરસી શ્રી પિકેશભાઈ પટેલ સાહેબ, બીટ નિરીક્ષક શ્રી ઇશ્વરભાઇ સાહેબ, લવારી સી.આર.સી શ્રી મયંકભાઇ પટેલ સાહેબ , જિલ્લામાંથી પધારેલા જુદી જુદી શાળાના શિક્ષક મિત્રો તેમજ બીજા મુલાકાતીશ્રીઓ હાજર રહ્યા હતા.
આ ઇનોવેશન ફેસ્ટિવલમાં સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકાની શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીના વિજ્ઞાન શિક્ષક સંદીપ પટેલ”કસક” દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) નો શિક્ષણ અને મૂલ્યાંકનમાં ઉપયોગ વિભાગ આધારિત “વિજ્ઞાન દૃષ્ટિ,:AI ઈન્ફો ગ્રાફિક્સ” વિષય પર રસપ્રદ બન્યું વિજ્ઞાન પર નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. આ પ્રયોગનો મુખ્ય હેતુ વિજ્ઞાન જેવા વિષયને પાઠ્યપુસ્તકના પાનાઓમાંથી બહાર લાવી દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા જીવંત બનાવવાનો છે. AIના ઉપયોગથી જટિલ પ્રક્રિયાઓને સરળ ચિત્રોમાં રૂપાંતરિત કરી વિદ્યાર્થીઓની સમજણ શક્તિ વધારવી એ લક્ષ્ય છે. આ ઈનોવેશન ગોખણપટ્ટીને જડમૂળથી દૂર કરી Conceptual Understanding પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇન્ફોગ્રાફિક્સના કારણે વિદ્યાર્થીઓ આખું પ્રકરણ માત્ર ૫ મિનિટમાં રિવાઇઝ કરી શકે છે, જે પરીક્ષાનો ડર દૂર કરે છે. પરિણામમાં સુધારો થાય છે.આત્મવિશ્વાસ વધે છે. આકૃતિઓ દોરવામાં ભૂલ કરનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટે છે. સમયની બચત થાય છે. પરીક્ષા સમયે પુનરાવર્તન કરવામાં ૫૦% સમયની બચત થાય છે. વિજ્ઞાન-દ્રષ્ટિ” એ માત્ર પોસ્ટર્સ નથી, પણ ટેકનોલોજી અને શિક્ષણનો એવો સમન્વય છે જે આવતીકાલના ભારતના વિદ્યાર્થીઓને ‘રટ્ટા-માર’ માંથી મુક્ત કરી ‘વિચારશીલ’ બનાવશે. આ નવતર પ્રયોગ ધોરણ ૧૦ના વિજ્ઞાન વિષયને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. જેમાં વિજ્ઞાન વિષયના ૧૩ પ્રકરણોના ઇન્ફ્રોગ્રાફિક્સ, માઈન્ડ મેપ, સ્લાઇડ, ફ્લેશ કાર્ડ, ઓડિયો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા. આપેલા કયુઆર કોડ પરથી બધી જ માહિતી મળી શકશે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 164185
Views Today : 