વડાલીની બી જી શાસ્ત્રી હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી
સાબરકાંઠા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આજરોજ વડાલી પોલીસ સ્ટેશન ખાતે શ્રી બી.જી.શાસ્ત્રી હાઇસ્કુલ ના કુલ ૧૧૦ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી.

જેમાં ટ્રાફિક અવરનેસ, સાયબર ક્રાઇમ ફ્રોડ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા તથા પીએસઓ, લોકઅપ ,એકાઉન્ટ રાઇટર હેડ,એમઓબી,ક્રાઈમ ને લગતી કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા.
તેમજ મહિલા સુરક્ષા,સીનીયર સીટીઝન, બાળકો બાબતે She team,જનરક્ષક -112 હેલ્પલાઇન નંબર બાબતે માહિતી તથા હથિયાર બતાવીને હથિયાર વિશે માહિતી આપવામાં આવી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


