જૂનાગઢના ત્રણ શિક્ષણવિદોને રાજ્ય સ્તરે “શિક્ષક સન્માન – ૨૦૨૫”
જૂનાગઢ શહેર માટે ગૌરવની વાત છે કે ભારતની ખ્યાતનામ સંસ્થા CFI – Coaching Federation of India દ્વારા જૂનાગઢના ત્રણ પ્રતિષ્ઠિત અને કર્મઠ શિક્ષણવિદોની વર્ષોથી ચાલતી શૈક્ષણિક સેવાને રાજ્ય સ્તરે માન્યતા આપવામાં આવી છે.
અમદાવાદ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં CFI Coaching Federation of India ના Joint Secretary શ્રી હેમંગ રાવલ, Federation of Academic Association ના Chairman શ્રી વિજય મારુ તથા Ahmedabad Academic Association ના પ્રમુખ શ્રી ઝંકૃત આચાર્ય ના કરકમળે જૂનાગઢના ત્રણ શિક્ષણવિદોને “શિક્ષક સન્માન – ૨૦૨૫” થી સન્માનિત કરવામાં આવ્યા.
આ સન્માન પ્રાપ્ત કરનાર શિક્ષણવિદોમાં
પ્રો. જય ચૌહાણ, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના પ્રેરણાસ્રોત માર્ગદર્શક તરીકે જાણીતા છે;
શ્રી રાજેશ મારું, શિક્ષણના પ્રસાર તથા સામાજિક સંગઠન ક્ષેત્રે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે;
અને ડૉ. મુકેશ જેઠવા, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રના નિષ્ણાત તરીકે વિશિષ્ટ ખ્યાતિ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે આ ત્રણેય મહાનુભાવ શ્રી અલૌકિક ઉત્સવ ક્લબ – SAU Club – જુનાગઢના સ્થાપક (Founder) છે અને તેમના સંયુક્ત પ્રયાસોથી યુવાનોના સર્વાંગી વિકાસ તથા શૈક્ષણિક ઉત્કર્ષ માટે સતત કાર્યરત રહ્યા છે.
આ ત્રણેય શિક્ષણવિદોની નિષ્ઠાવાન, સમર્પિત અને ગુણવત્તાસભર શૈક્ષણિક સેવાઓના યોગદાન બદલ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે. તેમની આ સિદ્ધિથી જૂનાગઢના શિક્ષણ જગતનું ગૌરવ વધુ વધ્યું છે.
આ પ્રસંગે શિક્ષણપ્રેમીઓ, સહકર્મીઓ તથા શહેરના નાગરિકોએ ત્રણેય મહાનુભાવોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના કાર્યને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું.







Total Users : 165206
Views Today : 