*ફરતું પશુ દવાખાનું બન્યું પશુ અને પશુપાલક માટે આશીર્વાદ રૂપ*
એક દિવસમાં નિશુલ્ક ત્રણ ઓપરેશન કરીને પશુ ને આપ્યું નવું જીવનદાન
વાવ થરાદ જિલ્લામાં પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ફરતુ પશુ દવાખાનુ કાર્યરત છે જેમાં લાખણી તાલુકા નાં મોરાલ અને ગામડી ગામમાં કાર્યરત છે. જેમાં મોરાલ માં ગણેશભાઈ ને ત્યાં શિંગડા નું ઓપરેશન અને મોરાલ મા મશરાભાઈ લુહાર ને ત્યાં પૂંછડાં નું ઓપરેશન અને ગામડી માં પ્રજાપતિ દિનેશભાઇને ત્યાં આંખ નું ઓપરેશન આ બે ગામ ના પશુ માલિકો એ આ વાત ની જાણ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં નાં પશુ ચિકિત્સક ડૉ. સંજય કુંભાર ડૉ સુરેશ પ્રજાપતિ તથા પાયલોટ કમ ડ્રેસર નવીનભાઈ પઢાર અને અમરતભાઈ રાજપૂત ને જાણ થતાં એ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગાય ની ચકાસણી કરતા આ ત્રણ પશુ ને ઓપરેશન કરવું જરૂરી હતું, અને એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળેલ છે તેથી તબીબો દ્વારા તાત્કાલિક માહિતી હાથ ધરીને પ્રિ પ્લાન કરીને એક દિવસ માં ત્રણ ઓપરેશન કરીને ત્રણ પશુને નવું જીવનદાન આપ્યું હતું, પશુપાલક અને ગ્રામજનો ગુજરાત સરકારની દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં દ્વારા આ જીવને બચાવી લેતા આં સેવાનો આભાર માન્યો હતો તેમજ પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર અરવિંદભાઈ જોષી અને પ્રોગ્રામ મેનેજર ડૉ. તાલિબ હુસૈન દ્વારા ટીમની કામગીરી ની પ્રશંસા કરી હતી અને ગ્રામ જનો આં સેવાનો વધુ ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી.
પત્રકારહમીરભાઇ રાજપુત થરાદ






Total Users : 166634
Views Today : 