માતૃભાષા સપ્તાહ મહોત્સવ નિમિત્તે કવિ સંમેલન યોજાયું
સમ્યક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ,કુકડિયા અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ સપ્તાહ નિમિત્તે આવો કરીએ માતૃભાષાનું મહિમાગાન અન્વયે એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ 16 ફેબ્રુઆરી, 2026, સોમવારે સાંજે 4:30 કલાકે ઇડરની પ્રસિદ્ધ શ્રી હીરાલાલ હોલ,ઇડર આંજણા પાટીદાર એચ.કે.એમ.આર્ટસ અને પી.એન.પટેલ કોમર્સ કોલેજ,વલાસણા રોડ ,ઇડર ખાતે બહોળી સંખ્યામાં માતૃભાષા પ્રેમીઓ અને સાહિત્યરસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાવ્યપઠનનો રસાસ્વાદ માણ્યો.

કાર્યક્રમની પ્રેરણા ડૉ. ભાગ્યેશ જહા-અધ્યક્ષ,ગુજરાત સાહિત્ય અકાદમી- ગાંધીનગર દ્વારા ઓડિયો-વીડીઓ દ્વારા મનનીય સંદેશ પાઠવવામાં આવ્યો અને ડૉ. જયેન્દ્રસિંહ જાદવ મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું માર્ગદર્શન મળ્યું .
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અશ્વિનભાઈ પટેલ,પ્રમુખ,ઉત્તર સાબરકાંઠા કેળવણી મંડળ હાજરી આપી. કાવ્યપઠન માટે શ્રી ભરત ભટ્ટ-પવન, ડૉ. નિષાદ ઓઝા-અમન, ડૉ. મહેન્દ્ર પરમાર-ફોરમ તથા સંદીપ પટેલ”કસક” ઉપસ્થિત રહ્યા. ઉપરાંત અતિથિ વિશેષ તરીકે કુમારી અનસુયાબહેન ગામેતી-ચેરમેન,આરોગ્ય સમિતિ,સાબરકાંઠા જિલ્લા પંચાયત અને શ્રી હેતભાઇ રામી,મહાવિદ્યાલયન પ્રમુખ,ઇડર જિલ્લો.આર.એસ.એસ. હાજર રહીને પ્રેરણા પુરી પાડી.
શ્રી ભરત ભટ્ટ-પવન, ડૉ. નિષાદ ઓઝા-અમન તથા ડૉ. મહેન્દ્ર પરમાર-ફોરમ, સંદીપ પટેલ”કસક” કવિ મિત્રોએ પોતાની આગવી શૈલીમાં કાવ્ય ને ગઝલ પ્રસ્તુત કરીને ઉપસ્થિત સૌ કોઇના દિલ જીતી લીધ્યા.આખો સભાખંડ માતૃભાષાના મહિમાગાન વેળાની ગઝલનો રસાસ્વાદ માણીને અત્યંત હર્ષાતુર થયેલો નજરે પડેલો.
કાર્યક્રમનું સુંદર સંચાલન જાણીતા સાહિત્યકાર ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રી એ કર્યુ.આયોજનની જવાબદારી સંયોજક ડૉ. ઉત્પલકુમાર કુલકર્ણી સંભાળી હતી
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 168150
Views Today : 