સનવાવ ગામમાં ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવાની આખરી કાર્યવાહી 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન
સનવાવ ગામની ગૌચર જમીન ઉપર થયેલા દબાણ મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા આખરી જાહેર નોટીસ જાહેર કરી દબાણદારોને ચેતવણી આપવામાં આવી છે. પંચાયતના જણાવ્યા મુજબ ગૌચર સર્વે નંબરોમાં ઘણા સમયથી દબાણ કરવામાં આવેલ છે અને સંબંધિત દબાણદારોને અગાઉ નોટીસ આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી.
જાહેર નોટીસ મુજબ, જેમને નોટીસ મળી હોય કે ના મળી હોય, સ્વીકારી હોય કે ના સ્વીકારી હોય, બહારગામ રહેતા હોય અથવા દબાણ રજીસ્ટરમાં કોઈ કારણસર નામ રહી ગયેલ હોય – તે તમામ દબાણદારોને અંતિમ તક આપવામાં આવી છે.
પંચાયત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તા. 24/02/2026 થી 28/02/2026 દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા અપીલ ગ્રામ પંચાયત દ્વારા દબાણદારોને અવારનવાર જાણ કરવામાં આવી હતી કે તેઓ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરે. ઉપરાંત, માલિકીના લગત સર્વે નંબરના હદનિશાન ન હોય તો સ્વખર્ચે માપણી કરાવી તેની માપણી ચીટ ગ્રામ પંચાયત સમક્ષ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.તેથી છતાં આજદિન સુધી પંચાયતને કોઈ પુરાવા કે માહિતી રજૂ કરવામાં આવી નથી.પંચાયતએ જણાવ્યું છે કે હવે નક્કી કરાયેલા સમયગાળા દરમિયાન નિયમ મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને પંચાયત દ્વારા કરવામાં આવતી કાર્યવાહી તમામ દબાણદારો માટે શિરોમાન્ય રહેશે. ગામમાં આ કાર્યવાહી અંગે ચચા-વિચારણા શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે થનારી કાર્યવાહી પર ગામલોકોની નજર રહેશે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા







Total Users : 168627
Views Today : 