*શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હોળી અને ફાગણ સુદ પૂનમના ચંદ્રગ્રહણને કારણે દર્શન તથા આરતીના સમયમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે.* ભક્તોની જાણકારી માટે એક નવું સમયપત્રક પ્રસિદ્ધ કરાયું છે.
આગામી 2 માર્ચ, 2026, સોમવાર (ફાગણ સુદ ચૌદશ) ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરાયું.
આ દિવસે સવારે 7:30 થી 8:00 કલાકે આરતી થશે, ત્યારબાદ 8:00 થી 11:30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12:00 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે.
સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી બાદ સાંજની આરતી 7:30 થી 8:00 કલાકે થશે અને રાત્રે 9:00 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. 3 માર્ચ, 2026, મંગળવાર (ફાગણ સુદ પૂનમ)ના રોજ ચંદ્રગ્રહણને કારણે સવારે વહેલા 6:00 થી 6:30 કલાકે આરતી અને 6:30 થી 7:30 સુધી દર્શનનો લાભ મળશે.
સવારે 7:30થી 8:00 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના 8:00 વાગ્યાથી રાત્રિના 9:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. જોકે, ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શનનો સમય સવારે 9:45થી બપોરે 2:00 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. ગ્રહણ બાદ રાત્રે આશરે 9:30 કલાકે શયનકાળની આરતી કરવામાં આવશે.
ચંદ્રગ્રહણ અને હોળીના આ વિશેષ સમયપત્રક બાદ 4 માર્ચ, 2026, બુધવાર (ફાગણ વદ એકમ) થી માતાજીના દર્શન અને આરતી તમામ ભક્તો માટે રાબેતા મુજબના સમયે શરૂ કરવામાં આવશે. *શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર જનતા અને માઈ ભક્તોને આ સમયની નોંધ લઈને દર્શન માટે આવવા વિનંતી કરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9990340891







Total Users : 145600
Views Today : 